ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખે પોતાના જ પક્ષના 11 લોકોને ટિકિટ ન આપવા કરી રજૂઆત - ઘનશ્યામ સોલંકી

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ માટે આકરા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. જેમાં કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવામાં સમંજસમાં જોવા મળી રહ્યું છે. ત્યારે મહત્વનું છે કે, પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કોંગ્રેસના શાસનમાં પાલિકામાં અવિશ્વાસ દાખવનારા કોંગ્રેસી 11 લોકોના નામ જોગ પક્ષના પ્રભારીને રજૂઆત કરી ટિકિટ ન આપવા રજૂઆત કરી છે.

Mehsana
Mehsana

By

Published : Feb 6, 2021, 1:08 PM IST

  • મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પોતાના જ પક્ષના 11 લોકોને ટિકિટ ન આપવા કરી રજૂઆત
  • પૂર્વ પ્રમુખ પોતાની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવનારનું પત્તુ કાપવા તૈયાર
  • પાલિકામાં કોંગ્રેસના શાસનમાં અનેક વાર અવિશ્વાસ પ્રસર્યો હોવાને લઇ પૂર્વ પ્રમુખ મેદાને
  • કોંગ્રેસના 11 લોકોને ટિકિટ ન આપવા પૂર્વ પ્રમુખની પ્રભારીને રજૂઆત

મહેસાણા: નગરપાલિકામાં પાટીદાર આંદોલનને લઈ કોંગ્રેસ સત્તા પર આવી હતી. જે બાદ છેલ્લા ચાર વર્ષના શાસનમાં કોંગ્રેસ અને પાટીદારના સંયોજનથી ચાલેલા શાસનકાળમાં 4 પ્રમુખ બદલાયા છે. ત્યારે પ્રજાના કામો માળીએ ચડ્યા હતા. જો કે, કોંગ્રેસના શાસનમાં પ્રમુખ પદે ઘનશ્યામ સોલંકીને પણ પોતાના જ પક્ષના નગરસેવકોનો ખાટો અનુભવ થતાં તેઓ હવે અવિશ્વાસ દાખવી કોંગ્રેસના શાસનને અડચણ પહોંચાડનાર 11 પૂર્વ નગરસેવકોને મેન્ડેડ ન આપવા પક્ષમાં અને પ્રભારીને રજૂઆત કરી રહ્યા છે. જે રજૂઆત હાલમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના વિવિધ ગ્રુપમાં વાઇરલ થઈ રહી છે.

મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખે પોતાના જ પક્ષના 11ને ટીકીટ ન આપવા કરી રજુઆત
મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખે પોતાના જ પક્ષના 11ને ટીકીટ ન આપવા કરી રજુઆત
મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખે પોતાના જ પક્ષના 11ને ટીકીટ ન આપવા કરી રજુઆત

સોશિયલ મીડિયામાં વાઇરલ ઘનશ્યામ સોલંકીની રજુઆત અને ટિકિટ ન આપવા માટે રજૂ કરાયેલ નામ નીચે મુજબ જોવા મળે છે...

માનનીય,

પ્રભારી શ્રી મહેસાણા નગરપાલિકા,

હું નીચે સહી કરનાર ધંનશ્યામ સોલંકી માજી પ્રમુખ મહેસાણા નગરપાલિકા તેમજ છેલ્લા પાંચ ટર્મથી સતત કોંગ્રેસનો વફાદાર સૈનિક તરીકે કાર્યરત છું.

તાજેતરમાં ગત પાંચ વર્ષમાં જે કોંગ્રેસની બોડી હતી એમાં અનુસૂચિત જાતિ માં હું પ્રમુખ તરીકે કોંગ્રેસના મેન્ડેટથી બનેલ હતો. તે સંદર્ભે કોંગ્રેસના જ કોર્પોરેટર એવા નીચે જણાવેલ નામો મુજબ.......

વોર્ડ નંબર 1

નંદાબા વી.ઝાલા 1.....

વોર્ડ નંબર 2

હિરેન ભાઈ મકવાણા 2....

શારદાબેન પરમાર 3.....

વોર્ડ નંબર 3

ગાયત્રીબેન ચાવડા 4....

વોર્ડ નંબર 5

મોતીબેન ઈશ્વર ઠાકોર 5....

પુરીબેન એમ પટેલ 6....

વોર્ડ નંબર 6

નવીનભાઈ પટેલ (કારોબારી ચેરમેન ) 7.....

ચેતનાબેન પટેલ 8....

વોર્ડ નંબર 7

વિરમભાઈ પટેલ 9....

રઈબેન પટેલ (પૂર્વ પ્રમુખ) 10....

વોર્ડ નંબર 11

શોભના બેન ઠાકોર જે હાલ

ટિકિટ વાંચ્છુક વોર્ડ નંબર 4 ના અનિલ ઠાકોરના માતૃશ્રી છે

ઉપરના નામો જણાવ્યા છે તે તમામને કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈ કોંગ્રેસ પાર્ટીના માનનીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સાહેબના આદેશ વિહ્પ અનુસાર હતો, તો પણ કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધમાં જઇ ઘનશ્યામ કે. સોલંકી પ્રમુખ તરીકે ચાલુ રાખવા તો પણ ઉપરના કોંગ્રેસના કોર્પોરેટરોએ અવિશ્વાસમાં ભાજપ સાથે ભળી જઈ અને અમોને હોદ્દા પરથી દુર કરાવી અને પછી નગરપાલિકામાં ભાજપનું શાસન છે તો આપ પ્રભારી સાહેબ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રીને મારી નમ્ર વિનંતી છે કે, આવા કોર્પોરેટરને મહેસાણા નગરપાલિકાની કોઈપણ જગ્યાએ જો દાવેદારી કરી હોય તો એમને કૉંગ્રેસ પાર્ટીનું ખરાબ કર્યું છે.

તો આપ સાહેબને મારી ભલામણ છે કે આવા પાર્ટી વિરુદ્ધ નું કાર્ય કરતા વ્યક્તિઓ ને મેન્ડેટ ન આપવા.

આભાર

ઘનશ્યામ કે.સોલંકી

પૂર્વ પ્રમુખ નગરપાલિકા

એડવોકેટ નોટરી

મહેસાણા

ABOUT THE AUTHOR

...view details