મહેસાણાઃરાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલનો આજે 67મો જન્મ દિવસ( Happy Birthday Nitin Patel)છે. કડી ટાઉન હોલ ખાતે આજે તેમના જન્મ દિવસ પર સતત 8માં વર્ષે પણ દર વર્ષની જેમ રક્તદાન શિબિરનું આયોજન(Bharatiya Janata Party)કરાયું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી નીતિન પટેલને શુભેચ્છા પાઠવી હતી.
પૂર્વ નાયબ મુખ્યપ્રધાનનો 67મો જન્મ દિવસ, ઉજવણીમાં સી આર પાટીલ જોડાયા - Nitin Patel
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલનો આજે 67મો જન્મ( Nitin Patel birthday)દિવસ છે. કડી ટાઉન હોલ ખાતે આજે તેમના જન્મ દિવસ પર સતત 8માં વર્ષે પણ દર વર્ષની જેમ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. નીતિન પટેલે પોતાનો જન્મ દિવસ સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરી છે.
જન્મ દિવસની શુભેચ્છા પાઠવીબીજી તરફ કફીના તબીબોએ પણ નીતિન પટેલને શુભેચ્છા આપતા આજનાદિવસે નિઃશુલ્ક સારવારને સર્વ રોગ નિદાન કેમ્પ કરી સેવાકાર્ય કર્યું હતું. કડીમાં નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ નીતિન પટેલ જોડાયાં હતા જેમને ભાજપના કાર્યકરો પોતાનો જન્મ દિવસ સેવાકામો કરી ઉજવણી કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ નીતિન પટેલે આપ્યું હોવાનું જણાવી તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચોઃPM મોદીના ભાઈએ માતા હીરાબાના જન્મદિવસ નિમિતે જગન્નાથમાં આરતી કરાવી, કહ્યું અમારા માટે આ અવસર...
સેવાકીય કાર્યો કરીને ઉજવણી -પૂર્વ નાયબ મુખ્યપ્રધાનના જન્મ દિવસ નિમિતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. તેમજ ભાજપના કાર્યકરો પણ સાથે જોડાયા હતા. નીતિન પટેલે પોતાનો જન્મ દિવસ સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરી છે.