યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન શ્રી રણછોડરાયજીને મોટા હિંડોળે ઝુલાવવામાં આવશે.ડાકોર ખાતે હિંડોળા ઉત્સવ અંતર્ગત રોજે રોજ અનેકવિધ પ્રકારે સુંદર, નયનરમ્ય અને આકર્ષક હિંડોળા શણગારી ભગવાનને ઝૂલે ઝુલાવવામાં આવે છે.ત્યારે મંદિર પરિસરમાં મોટા હિંડોળા બનાવી ભગવાનને તેમાં ઝુલાવવામાં આવશે.
ડાકોરના ઠાકોર ચલણી નોટોના હિંડોળે ઝૂલશે ! - યાત્રાધામ ડાકોર
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં ભગવાન માટે વિશેષ હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાનને ચલણી નોટોથી બનાવામાં આવેલા હિંડોળા પર બિરાજમાન કરવામાં આવશે. આ જોઈ ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. અહીં ઠાકોરજીના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
ડાકોરના ઠાકોર ચલણી નોટોના હિંડોળે ઝૂલશે
આ હિડોળો ચલણી નોટોથી બનાવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, તો આ હિંડોળો જોઈ ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. મહત્વનું છે કે વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળાનું વિશેષ મહત્વ રહેલું છે.જેમાં વિવિધ પ્રકારે હિંડોળા શણગારીને ભગવાનને ઝૂલે ઝુલાવી લાડ લડાવવામાં આવે છે.