- મહેસાણામાં ડુપ્લીકેટ જીરુ બનાવતી ફેકટરી ઝડપાઈ
- ફેકટરીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા
- ગંગાપુર રોડ પર આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં આકસ્મિક તપાસ
મહેસાણા : ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે(Food and Drugs Department raids ) મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલી એક ફેક્ટરીમાંદરોડા(Duplicate cumin factory in Unjha )પાડીને બનાવટી જીરૂ બનાવી રહેલા એક ફેક્ટરી (Factory producing duplicate cumin )સંચાલકને પકડી પાડયો છે. વરીયાળીનું ભૂસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવતા તંત્રએ સ્થળ પરથી રૂ.84,800ની કિંમતનો 3200 કિલોનો જથ્થો જપ્ત કરી બનાવટી જીરુ બનાવવા માટે વપરાતા રો-મટીરીયલના નમુનાઓ જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે બનતું હતું ડુપ્લીકેટ જીરું
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુખ્ય કચેરી તથા મહેસાણા કચેરીના અધિકારીઓ દ્વારા મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે ગંગાપુર રોડ પર આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં (Cleaning factory on Gangapur road )આકસ્મિક તપાસ હાથ ધરતા બનાવટી જીરુ બનાવવાની કામગીરી ચાલુ હોવાનુ બહાર આવ્યું હતું. દરોડા પાડીને ટીમે સ્થળ પરથી ઊંઝાના પટેલ બિનેશકુમાર રમેશભાઈને આ બનાવટી જીરુ બનાવવાની કામગીરી કરતા પકડ્યા હતા. તપાસ દરમિયાન આ વ્યક્તિ વરીયાળીનું ભૂસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવ્યું હતું.