મહેસાણા: ડિસ્ટ્રીકટ બેન્કમાં છેલ્લા 4 વર્ષથી ચાલતા વિવાદો વચ્ચે બનેલી હાઇકોર્ટ મેટરમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચૂંટણી પરિણામ જાહેર ન થઈ શક્યા હતા. જો કે, વિવાદ મામલે હાઇકોર્ટમાં મેટર ચાલી જતા પરિણામ જાહેર કરવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સરકારી અધિકારી અને પ્રોફેશનલ બે લોકોના મત રદ કરવામાં આવ્યા છે. કોર્ટના આ આદેશ બાદ ચૂંટણી અધિકારી દ્વારા બેન્કના ચેરમેન પદ પર કડીના વિનોદ પટેલ અને વાઇસ ચેરમેન પદ પર દશરથ પટેલની બિનહરીફ વરણી જાહેર કરાઈ છે. કોર્ટના આદેશથી 20 પૈકી માત્ર 17 ડિરેક્ટરો બેંકમાં રહ્યા છે. જેમની આગામી 5 વર્ષ માટેની ટર્મ નક્કી કરવામાં આવી છે.
હાઇકોર્ટના આદેશ બાદ મહેસાણા ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચૂંટણી પરિણામ કરાયું જાહેર - Mehsana District Bank
મહેસાણામાં હાઇકોર્ટના આદેશ બાદ મહેસાણા ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અગ્રણી વિનોદ પટેલ બેન્કના ચેરમેન બનતા જિલ્લા ભાજપ સંગઠન અને ધારાસભ્યોએ ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતાં.
મહેસાણા
મહેસાણા ડિસ્ટ્રીકટ બેન્ક 88 શાખા અને 700 મંડળીઓ, સભાસદોમાં રહ્યા છે. વર્ષે 1100 કરોડનું ધિરાણ કરતી બેન્ક છે. હવે કોર્ટના આદેશથી વિવાદો શાંત પડતા ચૂંટણી અધિકારીએ બેન્કના ચેરમેન અને ડિરેક્ટરોની યાદી જાહેર કરી છે. આ સાથે જ બેન્કમાં નિમાયેલા કસ્ટડીયન અધિકારીએ ચાર્જ મુક્ત થતા ચેરમેન સહિત ડિરેક્ટરોએ પોતાની જવાબદારીઓ સંભાળી છે. તેમજ ભાજપ અગ્રણી વિનોદ પટેલ બેન્કના ચેરમેન બનતા જિલ્લા ભાજપ સંગઠન અને ધારાસભ્યોએ ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતાં.