ગુજરાત

gujarat

ETV Bharat / state

71માં ગણતંત્ર દિવસની ઉજવણીઃ ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા ઊંઝામાં ધ્વજ વંદન - ઊંઝાના જીમખાના મેદાન

મહેસાણામાં જિલ્લા કક્ષાએ 71માં ગણતંત્ર દિવસની ઊંઝાના જીમખાના મેદાન ખાતે ઊર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે ધ્વજ લહેરાવી ઉજવણી કરાઈ હતી.

Republic Day Celebration
ઊંઝામાં ધ્વજ વંદન

By

Published : Jan 26, 2020, 1:05 PM IST

મહેસાણાઃ જિલ્લાના ઊંઝામાં જિલ્લા કક્ષાએ 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઊર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે ધ્વજ લહેરાવાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સહિત સમગ્ર જિલ્લા પોલીસ, કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત નાગરિકોએ તિરંગાને સલામી આપી હતી.

ઊંઝામાં ધ્વજ વંદન

71મો ગણતંત્ર દિવસ આજે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે પણ મહેસાણાના ઊંઝા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઈ ધ્વજ લહેરાવી રાષ્ટ્રની આન બાન અને શાન એવા તિરંગાને સલામી આપી હતી.

ઊંઝા ખાતે જીમખાના મેદાનમાં વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કરાયેલા આ પર્વની તૈયારીઓમાં સૌરભ પટેલ સાથે કલેકટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. રાષ્ટ્રના સન્માનમાં આજના 71માં ગણતંત્ર દિવસે નાના ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ લઈ વિવિધ જાંખીઓ રજૂ કરી હતી. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા પરેડ યોજી મહેસાણા જિલ્લા પોલીસનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

71માં ગણતંત્ર દિવસની ઊંઝા ખાતે ઉજવણી કરતા સૌરભ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના રમત ગમત, સરકારી ખાતામાં વહીવટી અને સુરક્ષા, આરોગ્ય લક્ષી સહિત વિવિધ ક્ષેત્રે તેમના ફરજ કાળમાં પ્રશંસનીય કામગીરી કરતા 32 જેટલા શ્રેષ્ઠીઓ સન્માનિત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details