- મહેસાણામાં ઉત્તર ઝોન માટે ફાયર NOC કેમ્પ યોજાયો
- 220 અરજીઓ આવી, 103 મંજુર થઈ
- 117 અરજીઓ પ્રતીક્ષામાં રહી
- મહેસાણાથી ફાયર NOC માટે સામુહિક રીતે પ્રક્રિયા.!
આ પણ વાંચો :જૂનાગઢ મનપાએ 150 કરતાં વધુ સંસ્થાને ફાયર NOC મુદ્દે નોટિસ પાઠવી
મહેસાણા: રાજ્યમાં દિવસે દિવસે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને હોસ્પિટલમાં અને સ્કૂલોમાં આગ લાગવાથી મોટી જાનહાની સર્જાય છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ હોસ્પિટલમાં અને સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા સ્કૂલો અને હોસ્પિટલમાં ફાયરનું સંપૂણ પાલન થાય અને સ્કૂલો અને હોસ્પિટલના સંચાલકો પોતાની સંસ્થામાં ફાયર સેફ્ટી લગાવે અને તેનું NOC સર્ટિફિકેટ લે તેના માટે મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે ફાયર NOC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.