ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા બાલાજી હાઇટ્સ નામના ફ્લેટમાં આગ, ફટાકડાથી આગ લાગી હોવાનો રહીશોનો દાવો - ફ્લેટમાં આગ

મહેસાણા શહેરના ભાગ 2માં આવેલા મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગમાં બાલાજી હાઇટ્સ નામના એક ફ્લેટમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાયો હતો.

sa
sa

By

Published : Jan 13, 2021, 1:57 PM IST

  • મહેસાણામાં બાલાજી હાઇટ્સના ફ્લેટમાં લાગી આગ
  • તિજોરીમાં પડેલા 2 લાખ રોકડ અને વિદેશ જવાના દસ્તાવેજો સહિતનો સમાન બળીને ખાખ
  • ફાયર ફાઈટરે આગ પર કાબુ લેતા હાશકારો

    મહેસાણાઃ મહેસાણા શહેરના ભાગ 2માં આવેલા મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગમાં બાલાજી હાઇટ્સ નામના એક ફ્લેટમાં આગ લાગી હતી. જ્યાં જોતા આગને પગલે જોત જોતામાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા તો ફ્લેટ વિસ્તારમાં રહેતા રહીશોમાં નાસ ભાગ મચી જવા પામી હતી. નગરપાલિકાના ફાયર ફાઇટરનો સંપર્ક કરતા ફાયર ટિમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.


    આગમાં 2 લાખ રોકડ અને વિદેશ જવાના દસ્તાવેજો સળગ્યા

    બાલાજી હાઇટ્સના ફ્લેટમાં લાગેલી આગમાં મકાનમાં હજાર પરિવારના જણાવ્યા અનુસાર તિજોરી પર પડેલા ફટાકડાથી આગ લાગી હતી. જેમાં તિજોરી સળગી ઉઠતા તેમાં પડેલા 2 લાખ રૂપિયા રોકડ અને વિદેશ જવાના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતાં. આ સાથે જ ઘરનો કેટલોક સરસામાન પણ સળગી ગયો છે.
    મહેસાણા બાલાજી હાઇટ્સ નામના ફ્લેટમાં આગ


    આગ પર મેળવાયો કાબૂ

    જોકે આગ પર નગરપાલિકાના અગ્નિશામક દળ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. જે બાદ ફાયર ઇન્સ્પેકટર અને તેમની ટીમે આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ કરી હતી. આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ ફ્લેટમાં વાયરિંગ અંદર ગ્રાઉન્ડ હોવાથી શોટ સર્કિટથી આગ નથી લાગી તે ચોક્કસ છે. તો બીજ બાજુ પરિવાર દ્વારા ફટાકડા થી આગ લાગી હોવાનો જે દાવો કરાયો છે તેમાં કેટલી હકીકત છે જેની તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details