મહેસાણા જિલ્લામાં તાજેતરમાં જ એક અતિ ગંભીર એવા પડકાર રૂપ ગુન્હાઓની ઘટના બનવા પામી રહી છે. ત્યારે કાયદો વ્યવસ્થા અને સલામતીના ધ્યેય સાથે ગુનેગારોને પકડવામાં મહેસાણા પોલીસ વિભાગને વધુ એક હત્યાના ગુન્હામાં માત્ર 4 દિવસમાં સફળતા મેળવી છે. જેમાં એક પિતાને 2 પત્નીઓ હોવાથી અવાર નવાર ઘરમાં કંકાસ થતો હતો. જેને પગલે પોતાની જ 13 વર્ષિય પુત્રીને હત્યા કરી નાંખી હોવાનો ભેદ સામે આવ્યો છે.
ઘરકંકાસના પગલે પિતાએ જ કરી સગી પુત્રીની હત્યા - Gujarat
મહેસાણા: શહેરમાં 4 દિવસ પહેલા હત્યાને અંજામ આપવામાં આવેલી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તપાસ બાદ હત્યાના આરોપમાં સગીરાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં આવેલા કડીના આદુંદરા નર્મદા કેનાલ પર 4 દિવસ અગાઉ એક 13 વર્ષિય સગીરાની ગંભીર હાલતમાં મૃતદેહ મળ્યાની ઘટના સામે આવ્યો હતી. જો કે આ સગીરાના મોત અંગે પોલીસ વિભાગ હત્યાની આશંકા સાથે સઘન તપાસ હાથ ધરતા આખરે સગીરાની હત્યા પાછળ પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતો પિતાને જ પોલીસે હત્યાના આરોપમાં ઝડપી પાડ્યો હતો.
ત્યારે પોલીસ દ્વારા હત્યાના આરોપમાં અટક કરેલ મૃતકના પિતાની પૂછપરછમાં પિતાએ કબૂલાત કરી હતી. કે પોતાને 2 પત્ની હોવાને પગલે ઘરમાં કંકાસ થતો હતો. ત્યારે પિતાએ કંકાસનો ભોગ જૂની પત્નીની પુત્રીને બનાવતા પોતે અમદાવાદથી એક્ટિવા પર પોતાની દીકરીને કડીના ચાલાસણ ગામે મુકવા આવતો હતો. તે દરમિયાન રસ્તામાં જ પોતાની સગી દીકરીની હત્યા કરી આદુંદરા ગામ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. જો કે મહેસાણા પોલીસની કુશળ કાર્યવાહીને પગલે હત્યાનો આરોપી આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો.