મહેસાણાઃ વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉન અને સામાજિક અંતરને જાળવી રાખવા અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો સ્થગિત રાખવામાં આવ્યા છે. ત્યારે અખાત્રીજના આ દિવસે લોકો કોઈ પણ પ્રકારના ચોઘડિયા જોયા વગર શુભ કાર્ય કરતા હોય છે. તો ધરતીપુત્રો આજનો દિવસ ધાર્મિક અને આર્થિક બંન્ને દ્રષ્ટિએ શુભ ગણે છે. આજે મહેસાણા અને કડીના ખેડૂતોએ ધરતી માતાની પૂજા કરી પોતાનું ખેતીનું વર્ષ લાભદાયી અને ફળદાયી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.
મહેસાણા જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજ નિમિત્તે ધરતી માતાની પૂજા કરી - મહેસાણા લોકડાઉન ન્યુજ
વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉન અને સામાજિક અંતરને જાળવી રાખવા અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો સ્થગિત રાખવામાં આવ્યા છે. ત્યારે અખાત્રીજના આ દિવસે લોકો કોઈ પણ પ્રકારના ચોઘડિયા જોયા વગર શુભ કાર્ય કરતા હોય છે. તો ધરતીપુત્રો આજનો દિવસ ધાર્મિક અને આર્થિક બંન્ને દ્રષ્ટિએ શુભ ગણે છે. આજે મહેસાણા અને કડીના ખેડૂતોએ ધરતી માતાની પૂજા કરી પોતાનું ખેતીનું વર્ષ લાભદાયી અને ફળદાયી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.
અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતીમાં મદદરૂપ થતા જીવ અને ખેત ઓજારોની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, પોતાનું ખેતી વર્ષ લાભદાયી અને ફળદાયી રહે ખેડૂતોએ વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ભગવાન સારું ફળ આપે જેથી સમગ્ર જીવ સૃષ્ટીનું કલ્યાણ થાય માટે બળદ ગાડું ,કોદાળી, દાંતરડું સહિતના ખેત ઓજારોને કંકુ ચોખાથી પૂજે છે. આમ, અખાત્રીજની અનેક વર્ષો પુરાણી દંતકથાઓ સાથે વણાયેલી કેટલીક પરંપરા આજે પણ ગામડાના લોકો સારી રીતે નિભાવી, ઈશ્વરીય શક્તિને નમન કરતા ધરતીપુત્રો જીવ સૃષ્ટીના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે.