- 15.88 લાખ હેકટરમાં વાવેતર થવાની આશા
- ઉત્તર ગુજરાતમાં પ્રથમ સપ્તાહમાં 5,566 હેક્ટરમાં વાવણી
- કપાસ, મગફળી, ઘાસાચારા અને તુવેરની વાવણી સાથે ચોમાસુ વાવણી શરૂ
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં ઉનાળા બાદ હવે ચોમાસુ સિઝનની વાવણી માટે ખેડૂતો તૈયાર છે તો કેટલાક ખેડૂતોએ કમૌસમી વરસાદ અને પાણીની સુવિધા જોતા વહેલા વાવણીની શરૂઆત કરી છે. જેમાં ઉત્તરગુજરાત વિસ્તારના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ મળી કુલ 5 જિલ્લામાં 15.88 લાખ હેકટરમાં ચોમાસુ વાવેતરની આશા સામે હાલમાં 5,566 હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યુ છે. જેમાં હાલમાં પાક પ્રમાણે થયેલી વાવણીની સ્થિતિ જોઇએ તો 3,604 હેક્ટરમાં કપાસનું, 1,018 હેક્ટરમાં ઘાસચારાનું, 584 હેક્ટરમાં મગફળીનું, 348 હેક્ટરમાં શાકભાજીનું અને 12 હેક્ટરમાં તુવેરની વાવણી થઇ ચૂકી છે.
આ પણ વાંચો:ગોંડલના 25થી વધુ ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ