ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ કરી અખાત્રીજની ઉજવણી - mehsana updates

અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જોયુ શુભ મુર્હૂત ગણાય છે. જ્યારે ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોવાથી તેમને પૂજા-નૈવેદ્ય ધરાવવાથી પણ અન્ન ઉત્પાદન અને પશુ આરોગ્ય સારુ રહે છે.

મહેસાણા
મહેસાણા

By

Published : May 14, 2021, 2:50 PM IST

  • મહેસાણા જિલ્લામાં ખેડૂતો કરી અખા ત્રીજની ઉજવણી
  • ખેડૂતોએ પોતાના ઓજારોની પૂજા કરી ક્ષેત્રપાલ દેવની પૂજા આરાધના કરી
  • આજનો દિવસ ખેડૂતો માટે ધાર્મિક આસ્થા પરંપરા સાથે ખુશીનો પર્વ

મહેસાણા: અખાત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે. આમ ખેતીના નૂતન વર્ષ સમાન અખાત્રીજના દિવસે વહેલી પરોઢે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળ જોડી ખેતીકાર્યનું મૂહૂર્ત કાર્ય કરે છે. પણ હાલ વર્તમાન સમયમાં હળની સંખ્યા ઘટતા ખેડૂતો સવેડુ, કળીયુ, ટ્રેક્ટર જેવા સાધનોનું મૂહૂર્ત કરે છે. એક તરફ યંત્ર યુગ અને બીજી તરફ પરંપરાને જોઈને આજે ખેડૂતોએ હર્ષભેર પૂજા અર્ચના કરી મૂહૂર્ત સાચવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ કરી અખાત્રીજની ઉજવણી

આ પણ વાંચો:આજે ધાર્મિક આસ્થા અને હિન્દુ પરંપરા મુજબ કેવડાત્રીજની ઉજવણી કરાઇ

અક્ષય તૃતીયા એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જોયુ શુભ મુર્હૂત

અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જોયુ શુભ મુર્હૂત ગણાય છે. જ્યારે ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોવાથી તેમને પૂજા-નૈવેદ્ય ધરાવવાથી પણ અન્ન ઉત્પાદન અને પશુ આરોગ્ય સારુ રહે છે.

આ પણ વાંચો:ભગવાન જગન્નાથની ચંદન યાત્રામાં મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંત સિવાય કોઈ જોડાઈ નહિ શકે

ખેડૂતો માટે હળોતરા હળ-પશુ પુજા માટે શુક્રવારે શ્રેષ્ઠ રહે છે

અખાત્રીજ અને પરશુરામ જયંતિ તથા ખેડૂતો માટે હળોતરા હળ-પશુ પુજા માટે શુક્રવારે શ્રેષ્ઠ રહે છે. લગ્ન સિવાય અન્યત્ર શુભકામો માટે અક્ષય તૃતીયા શુભ રહે છે. આ દિવસે ખેડૂતોએ ખેતરમાં જઇ નિર્ધારિત દીશા તરફ ઉભા રહી ધરતી માતાનું પૂજન કરવું. હળ, ટ્રેકટર, ગાડુ અને બળદની પૂજા કરવી. પરિવાર સાથે ક્ષેત્રપાલ દેવને કંસાર ખીચડો અર્પણ કરી પરિવાર સાથે ખેતરમાં ભોજન લેવું. ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોઇ પૂજા નૈવધ ધરાવવાથી અન્ન ઉત્પાદન, પશુઆરોગ્ય સારુ રહે છે. અક્ષય તૃતીયાએ હળ-બળદની પૂજા કરી હળોતરાનું શુભ મુર્હૂત 12થી 1:10 વચ્ચે કરાય છે.

ABOUT THE AUTHOR

...view details