અમદાવાદઃ મહેસાણા જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે. જ્યાં કપાસ મગફળી જીરું વરિયાળી અને ઘઉં-ચોખા સહિતના ખેત પાકોનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે ખેતપેદાશોના ઉત્પાદન સામે જરૂરિયાતનું પ્રમાણ વધારે છે. ત્યાં આખરે ખેતપાકોની જરૂરિયાતને પહોંચી વળવા ખેડૂતો ઓર્ગેનિક કે નેચરલ ખેતી છોડી રસાયણિક ખેતી તરફ પ્રેરાઈ હાલમાં રસાયણ થકી થતી ખેતીના દીવાના બન્યાં છે. જેમાં ખેડૂતોને મબલક પાક ઉત્પાદન સાથે રોકડી પણ સારી થઈ રહી છે. જો કે રાસાયણિક ખેતીએ જમીનો અને પશુપંખી અને માનવજીવ માટે ભારે જોખમરૂપ છે. જેની ચિંતા કરતા કેન્દ્ર સરકાર 27 જેટલી દવાઓ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.
સરકાર દ્વારા 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાવવાના અણસાર સામે ખેડૂતો દુવિધામાં મૂકાયાં
સરકાર દ્વારા 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાવવાના અણસાર સામે ખેડૂતો દુવિધામાં મૂકાયાં છે. હાલના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પરિપક્વ નથી તેવા સંજોગોમાં સરકાર અને ખેતીવાડી વિભાગ દ્વારા આ દવાઓ પર પ્રતિબંધ મૂકતાં પહેલાં માર્ગદર્શન પૂરું પાડી વૈકલ્પિક વ્યવસ્થા અને ઉત્પાદનમાં યોગ્યતા સાથે ખેડૂતોની આવકનું યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
સરકાર દ્વારા 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાવવાના અણસાર સામે ખેડૂતો દુવિધામાં મૂકાયાં
કેન્દ્રએ આ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે ફક્ત મુસદ્દા ગેઝેટ સૂચના જારી કરી છે અને જણાવ્યું છ કે તેનાથી અસરગ્રસ્ત કંપનીઓ 14 મે થી 45 દિવસની અંદર પોતાના વાંધા અને રજૂઆતો આપી શકે છે અને તેની સમીક્ષા બાદ અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
Last Updated : Jun 11, 2020, 5:34 PM IST