- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
- મહેસાણા ખાતે ABVP દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું આયોજન
- રાજ્યમાં કોરોના કાળથી બંધ તમામ શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ શરૂ કરવા કરાઈ માગ
- સામાજીક અને શૈક્ષણિક મુદ્દાઓ પર ABVP કરશે સરકારમાં રજૂઆત
- સરકારની યોજનામાં વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળ્યા હોવાથી સરકારમાં રજૂઆત
- લવજેહાદનો કાયદો ગુજરાતમાં લાવવા ABVPએ બેડું ઝડપ્યું ABVPના પ્રદેશ સહમંત્રી ગૌતમ ગામીત સાથે ETV BHARATની ખાસ વાતચીત
મહેસાણાઃ શહેરમાં આજે ગુરુવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાજેતરમાં યોજાયેલા 52માં અધિવેશનના ચર્ચિત મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ABVPના પ્રદેશ સહમંત્રી ગૌતમ ગામીત દ્વારા ETV BHARAT સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં ABVPએ આગામી સમયમાં રાજ્યની અંદર તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય માટે સરકારમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું.