- ચોરીના ગુનામાં ફરાર 4 આરોપીઓ 6 વર્ષે પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાયા
- સતલાસણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીને અંજામ આપી થયા હતા ફરાર
- બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યા
મહેસાણાઃ જિલ્લામાં અનેક વાર તસ્કરીની ઘટનાઓ બની છે. ત્યારે 6 વર્ષ પહેલા બનેલી સતલાસણા ખાતેની ચોરીની ઘટના અંગે પોલીસ સતત તસ્કરોની શોધમાં હતી. જોકે, પેરોલ ફર્લો સ્કોડની ટીમને બાતમી મળી હતી કે, સતલાસણા ખાતે આવેલા આંબાઘાટા ચેક પોસ્ટ પર આ તસ્કરો છે. જેથી પેરોલ ફર્લો સ્કોડની ટીમ બાતમી મળતા સ્થળ પહોંચી જઈ ત્યાં હાજર 4 શખ્સોને ઝડપી લીધા હતા.
આ પણ વાંચોઃ મહેસાણામાં તસ્કરોએ 3 ATMને નિશાન બનાવ્યાં, 39 લાખની ચોરી
તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી