ત્યારે મળતી માહિતી પ્રમાણે ઋષિવનમાં બલૂન ફોડવાની છરા વાળી એરગનથી એક ગેમ રમાડવામાં આવતી હોય છે, જે એરગનમાં ખામી સર્જાતા છરો ગનમાં જ ફસાઈ ગયો હતો, જેને લઈ ત્યાં ફરજ બજાવતા ગોવિંદપુર ગામના રહેવાસી રાજુભાઇ પ્રજાપતિએ એરગનમાંથી છરો બહાર કાઢવા એરગનને સર્વિસ કરી રહ્યા હતા કે ત્યાં જ અચાનક એરગનમાંથી મિસફાયરિંગ થતા છરો તીવ્ર ગતિ સાથે સામેની દીવાલે અથડાઈ પાછો આવી રાજુભાઇ પ્રજાપતિની છાતીમાં ઘૂસી ગયો હતો. જેને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ યુવકને તાત્કાલિક અસરથી વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે ગંભીર સ્થિતિમાં રાજુભાઇ નામના આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહેસાણા: દેરોલના ઋષિવન પાર્કમાં એરગનના મિસફાયરિંગે યુવકનો ભોગ લીધો - Gujarati News
મહેસાણાઃ મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક આવેલ હિંમતનગર હાઇવે પર દેરોલ ગામની સીમમાં કહેવાતા પર્યાવણ પ્રેમી જીતુ પટેલ અને તેમના તિરુપતિ ગ્રુપનો તિરુપતિ ઋષિવન નામનો મનોરંજન માટેનો એક વિશાળ પાર્ક આવેલો છે. જેમાં અનેક એવી બાળકો અને મોટા લોકોને મનોરંજન પીરસે તેવી રાઈડસો આવેલી છે. જેમની એક રાઈડ્સમાં મનોરંજને બદલે એકાએક શોક છવાઈ ગયો હતો.
દેરોલ ખાતે આવેલ ઋષિવન પાર્કમાં એરગનના મિસફાયરિંગએ યુવકનો ભોગ લીધો
ત્યારે ઘટના બાદ હિંમતનગર રુલર પોલીસ દ્વારા મૃતકનું વિજાપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જોકે પોલીસ તપાસમાં ઘટના અંગે હજુ સુધી યુવકના મોતનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.