ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના કલેક્ટર સહિત વહિવટી તંત્રના કર્મચારીઓએ બંધારણ દિવસ નિમિત્તે શપથ લીધા

આજે 26 નવેમ્બર બંધારણ દિવસ. આજે મહેસાણા જિલ્લા વહિવટી તંત્રે શપથ લીધા હતા. મહેસાણા જિલ્લામાં સવારે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિક કલેક્ટર સાથે જિલ્લા વહિવટી તંત્રના કર્મચારીઓએ પણ જોડાઈને શપથ લીધા હતા.

મહેસાણાના કલેક્ટર સહિત વહિવટી તંત્રના કર્મચારીઓએ બંધારણ દિવસ નિમિત્તે શપથ લીધા
મહેસાણાના કલેક્ટર સહિત વહિવટી તંત્રના કર્મચારીઓએ બંધારણ દિવસ નિમિત્તે શપથ લીધા

By

Published : Nov 26, 2020, 7:04 PM IST

  • મહેસાણામાં વહિવટી તંત્રના કર્મચારીઓએ શપથ લીધા
  • મહેસાણા જિલ્લાના કલેક્ટરે તમામને લેવડાવ્યા શપથ
  • બંધારણ દિવસ નિમિત્તે તમામ લોકોએ શપથ લીધા

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં આજે સવારે મહેસાણા કલેક્ટર એચ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સાથે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓ જોડાઈ સંવિધાન શપથ ગ્રહણ કર્યા હતા આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓમાં બંધારણ દિવસ નિમિત્તે કર્મચારીઓએ બંધારણના શપથ લીધા હતા.

મહેસાણાના કલેક્ટર સહિત વહિવટી તંત્રના કર્મચારીઓએ બંધારણ દિવસ નિમિત્તે શપથ લીધા

સમગ્ર દેશમાં આજે 26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મહેસાણામાં પણ ઊજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1949માં આજે 26 નવેમ્બરના દિવસે બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી વર્ષ 1950માં 26 મી જાન્યુઆરીથી બંધારણનો અમલ થતાં પ્રજાસત્તાક દેશ ભારતના નવા ઈતિહાસનો આરંભ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details