- મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની 15 જાન્યુઆરી ચૂંટણી જાહેર
- ચૂંટણી અધિકારી તરીકે વિસનગર પ્રાન્ત અધિકારીની નિયુક્તિ કરાઈ
- દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં 18 મતો ચેરમેન અને વાઈસ ચેરમેન નક્કી કરશે
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની 15 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે - ચૂંટણી અધિકારી
મહેસાણા જિલ્લામાં આવેલી શ્વેત ક્રાંતિના પ્રતીક દૂધ સાગર ડેરીના મંડળની તાજેતરમાં જોરશોરથી ચૂંટણી યોજાઈ છે, જેમાં ડેરીના સ્થાપકના પુત્ર વિપુલ ચૌધરીના વર્ષો જૂના શાસનનો અંત આણી મતદારોએ નવીન સભ્યો ચૂંટી લાવી ડેરીના શાસનમાં પરિવર્તનની આશા સેવી છે. ત્યારે મંડળની ચૂંટણી બાદ ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનનો સરતાજ સુનો પડ્યો હોવાથી તેના માટે મહેસાણા જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રાર દ્વારા મંડળના સભ્યોના મતો મેળવવા ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરાયું છે, જેની ચૂંટણી અધિકારી તરીકેની કમાન વિસનગર પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે.
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની 15 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે
મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચૂંટાયેલા 15 સભ્યો, 1 રજિસ્ટ્રાર, 1 ફેડરેશન, 1 NDDB, 1 ડેરીના એમડી અને 1 મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક મળી કુલ 20 મત જોડાયેલા છે. જોકે, ડેરીએ કોઈ ધિરાણ ન લીધું હોવાથી બે પ્રતિનિધિની નિયુક્તિ કરવામાં આવી નથી. એટલે 18 મતના આધારે આગામી 15 જાન્યુઆરીએ દૂધ સાગર ડેરી મંડળની બેઠક મળશે અને ચૂંટણી અધિકારીની હાજરીમાં તમામ 18 મતો મેળવી ચેરમેન અને વાઇસ ચેરમેનના સરતાજ વિજેતા સભ્યોના શિરે શોભાવાશે.