ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મામલે શિક્ષણ પ્રધાને મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી - શિક્ષણ પ્રધાન

સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે 'મારું ગામ કોરોના મુક્ત ગામ' બાદ સરકારે 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી.

શિક્ષણ પ્રધાને લીધી મહેસાણા જિલ્લાની મુલાકાત
શિક્ષણ પ્રધાને લીધી મહેસાણા જિલ્લાની મુલાકાત

By

Published : May 15, 2021, 5:03 PM IST

Updated : May 15, 2021, 6:19 PM IST

  • કોરોના મામલે શિક્ષણ પ્રધાને મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી
  • “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાન અંતર્ગત લીધી મુલાકાત
  • મુલાકાત દરમિયાન બેઠકનું કરાયું આયોજન
  • બેઠકમાં શિક્ષણ પ્રધાને આપ્યું માર્ગદર્શન

મહેસાણાઃ રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવી રિકવરી રેટ વધારી શકાય તે માટે સરકાર દ્વારા શરૂ કરેલા 'મારૂં ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનને જનસહયોગ થકી બહોળો પ્રતિસાદ મળ્યો છે. જેથી ગામની જેમ શહેરી વિસ્તારોમાં “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાનની આગેવાની મહેસાણા જિલ્લો લે તેવી આશા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રોસિંહ ચુડાસમાએ કડી ખાતે યોજાયેલી બેઠકમાં વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ ધંધુકાની RMS હોસ્પિટલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મેડિકલ સાધન સહાય અંતર્ગત યોજાઈ બેઠક

પ્રી-મોનસુન એક્શન બાબતે ચર્ચા

"મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન અંતર્ગત તેમણે ધન્વંતરી અને સંજીવની રથના માધ્યમથી સારવારને સઘન બનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત કોવિડના અધતન પ્રોટોકૉલ મુજબ નાગરિકોમાં પણ જનજાગૃતિ કરવા અપીલ કરી હતી. તેમણે ચોમાસમાં અન્ય રોગચાળાનો વ્યાપ ન વધે તે માટે સેનિટાઇઝેશન સહિત પ્રી-મોનસુન એક્શન બાબતે પણ ચર્ચા કરાઇ હતી. શિક્ષણ પ્રધાને ઉમેર્યું હતું કે, શહેરી વિસ્તારોમા સંક્રમણ ઘટે અને ઓછા લોકો સંક્રમિત થાય અને સંક્રમિત દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે હેલ્થ કેર ફેસીલીટીમાં બેડ સહિતની ચર્ચા કરાઇ હતી. આ કોવિડ કેર સેન્ટર અંગેની માહિતી, વેક્સિનેશન, સેનિટાઇઝેશન, ટેસ્ટીંગની સુવિધા, આઇસોલેશન માટેની સુવિધાઓ સહિત વિવિધ બાબતે ચર્ચા કરાઇ હતી. શિક્ષણ પ્રધાન ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ સંક્રમણની ચેઇન તોડવા સરકાર દ્વારા રાત દિવસ કાર્ય કરાઇ રહ્યું છે. જેમાં જન સહયોગ પણ સાંપડી રહ્યો છે. તેમણે કોરોના સંક્રમણથી નાગરિકોને જાગૃત કરવા પબ્લીક એડ્રેસ સીસ્ટમનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી. આ સાથે જ શિક્ષણ પ્રધાને ભાગ્યોદય જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ કોવિડના દર્દીઓને અપાતી સારવાર બાબતે અવગત થયા હતા તેમજ ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે આરોગ્યની સવલતો બાબતે ચર્ચા કરી હતી.

જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓક્સિજનના પ્લાન્ટ તૈયાર થઇ રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે 4 લાખથી પણ વધુ પેમ્ફલેટ સહિત વિવિધ સાહિત્યનું વિતરણ કરાયું છે. બેઠકમાં સંસદ સભ્ય શારદા પટેલ, કડીના ધારાસભ્ય કરશન સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેસાણા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડી તાલુકાના વડુ, CHC જોટાણાની મુલાકાત લીધી

ગામમાં તેમજ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવી રિકવરી વધારી શકાય તે માટે શરૂ કરેલા મારૂ ગામ કોરોના મુક્ત ગામ સહિત “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાન અંતર્ગત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહેસાણા જિલ્લાના વિવિધ કોવિડ કેર સેન્ટરો તેમજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. શિક્ષણ પ્રધાને કડી તાલુકાના વડુ અને CHC જોટાણાની મુલાકાત લીધી હતી. જેમાં કોવિડની મહામારી સામે તંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીથી અવગત થઇ વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ પ્રધાન ચુડાસમા દ્વારા લીધેલી મહેસાણાની મુલાકાતમાં સંસદ શારદા પટેલ, કડીના ધારાસભ્ય કરશન સોલંકી, પુર્વ ગૃહ પ્રધાન રજની પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : May 15, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details