દશામાંના વ્રતને કોરોનાનું ગ્રહણ.!
- 300 રૂપિયાની મૂર્તિ વેચાય છે 1200 રૂપિયામાં
- પરપ્રાંતિય મજૂરો નહીં હોવાને કારણે બજારમાં માલની અછત
- જૂની મૂર્તિઓ પસંદ ના હોવા છતાં મોંઘા ભાવે મૂર્તિ ખરીદવા ગ્રાહકો મજબૂર
મહેસાણાઃ સોમવારથી દશામાના દશ દિવસના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે આ વ્રત કરનારી મહિલાઓ આ વખતે કોરોના વાઇરસની મહામારી સમયે માતાજીની મનપસંદ મૂર્તિઓ મેળવી શકી નથી. હાલ કોરોના મહામારીના કારણે મૂર્તિઓનું ઉત્પાદન ન થતા જૂની મૂર્તિઓ મોંઘા ભાવે પણ ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે.
મહેસાણા જિલ્લામાં દરેક તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક થતી હોય છે. દેવી દેવતાઓના વ્રત પણ ખૂબ શ્રદ્ધા પૂર્વક કરવામાં આવતા હોય છે, ત્યારે હાલ દશામાંના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે બજારોમાં માતાજીની મૂર્તિઓને લઈ ભારે અસમંજસ જોવા મળી રહી છે. માતાજીની મૂર્તિના ભાવ મોંઘા થયા છે. માતાજીની 300 રૂપિયાની મૂર્તિ 1200 રૂપિયામાં વેચાઈ રહી છે.