- નાથદ્વારાના રેતાળ વિસ્તારમાં નોંધાયો 2.1ની તીવ્રતાનો ભૂકંપ
- સવારે 8:34 કલાકે આવ્યા હતા ભૂકંપનાં આંચકા
- જમીનમાં 10 કિ.મી અંદર ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું
રાજસ્થાનના રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરોઈથી 140 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું - ગુજરાતી સમાચાર
મહેસાણાનાં ધરોઈ ખાતે જમીની હલચલની જાણકારી માટે ઉભા કરાયેલા રિસર્ચ સેન્ટરમાં બુધવારે સવારે ભૂકંપ માપક કેન્દ્રથી 140 કિ.મી દૂર નાથદ્વારાનાં રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.1 નોંધાઈ હતી.
રાજસ્થાનનાં રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરોઈથી 140 કિમી દૂર કેન્દ્રબિંદુ
મહેસાણા: જિલ્લા આવેલા ધરોઈ ખાતે રાજસ્થાન અને ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં જમીની હલચલની જાણકારી માટે ખાસ પ્રકારનું રિસર્ચ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં બુધવારનાં રોજ ધરોઈ ભૂકંપ માપક કેન્દ્રથી 140 કિ.મી દૂર રાજસ્થાનના નાથદ્વારાનાં રણ જેવા રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
Last Updated : Jan 27, 2021, 1:28 PM IST