- ઊંઝા શહેરમાં અદ્યતન ટાઉન હોલ અને બે શાળાના નવનિર્મિત મકાનનું ખાત મુર્હત કરાયું
- ઊંઝા નગરપાલિકા 10 કરોડના વિકાસ કામોનું ખાત મૂર્ત કરાયું
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ખાત મૂર્ત કરાયું
મહેસાણા : ઊંઝા નગરના વિકાસમાં રાજ્ય સરકારે અનેક કામો કર્યા છે. ત્યારે શહેરને અદ્યતન ટાઉન હોલની ભેટ આપવા સરકાર દ્વારા 700 સીટીંગ કેપેસિટીનો અદ્યતન ટાઉન હોલ નિર્માણ માટે નગરપાલિકાને 7.89 કરોડની ફાળવણી કરતા નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ખાતર્મુત કરવામાં આવ્યું છે.શહેરને શાળા નંબર 1 અને 8ના જુના મકાનને તોડી નવીન બિલ્ડીંગ નિર્માણ માટે ખાતમૂર્ત કરવામાં આવ્યું છે.
10 કરોડ ઉપરાંતના વિકાસ કામોનું નાયબમુખ્ય પ્રધાનના હસ્તે ખાતર્મુત કરાયું
ઊંઝા શહેરમાં નાયબમુખ્ય પ્રધાને હાજરી આપતા શહેરમાં અદ્યતન સુવિધા સજ્જ ટાઉનહોલના નિર્માણનું અને બે શાળાના નિવન મકાન નિર્માણ માટે ખાતર્મુત કર્યું છે. ટાઉન હોલ 7.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે. જેમાં Cctv કેમેરા, વિડિઓ સિસ્ટમ, સ્ટેજ , લાઇટિંગ અને ફાયર સિસ્ટમ જેવી તમામ સુવિધા કરવામાં આવશે. જ્યારે પ્રાથમિક શાળા નંબર1માં 1.07 કરોડના ખર્ચે અને પ્રાથમિક શાળા નંબર 8માં 1.77 કરોડના ખર્ચે જુના મકાનને તોડી નવીન બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં કોમ્પ્યુટર રમ, પ્રયોગ શાળા, કલાસરૂમ અને સ્ટાફ રૂમ સહિતની સગવડો ઉપલબ્ધ કરવામાં આવશે
ઊંઝા શહેરમાં અદ્યતન ટાઉન હોલ અને બે શાળાના નવનિર્મિત મકાનનું ખાત મુર્હત કરાયું - મહેસાણાનાસમચાર
ઊંઝા નગરના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે.અદ્યતન ટાઉન હોલ અને શાળા નં.1 અને 8ના નિર્માણ કાર્યનું ખાતર્મુત નાયબ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતુ.
ઊંઝા શહેરમાં અદ્યતન ટાઉન હોલ અને બે શાળાના નવનિર્મિત મકાનનું ખાત મુર્હત કરાયું