ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાંથી ડુપ્લીકેટ બીડીનું ગોડાઉન ઝડપાયું, 4.38 લાખનો જથ્થો ઝપ્ત - મહેસાણામાં ડુપ્લીકેટ બીડીનું ગોડાઉન

મહેસાણાઃ જિલ્લામાં આવેલા સમર્પણ ચોક વિસ્તારમાં મ્યુનિસિપલ માર્કેટના એક ગોડાઉનમાં પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન ડુપ્લીકેટ બીડીનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ કાળા કારોબારનો વેપલો કરતો શખ્સ ફરાર છે.

સ્પોટો ફોટો

By

Published : Oct 17, 2019, 3:16 PM IST

મહેસાણા શહેરના પરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં આવેલ દુકાન નં 29 અને 55માં ડુપ્લીકેટ બીડીનો મોટો જથ્થો સંગ્રહ કરાયો હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારા અને A ડિવિજન પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડયા હતાં. આ દરમિયાન સ્થળ પરથી 500 નંગ બીડી ભરેલા કુલ 679 કાર્ટૂન બોક્સ મળી આવ્યા હતાં. જેમાં ડુપ્લીકેટ બીડી અને ઓફિસમાંથી વિવિધ બ્રાન્ડના નકલી ટેગ સ્ટીકર સહિત કુલ 4.38 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો છે. જોકે સ્થળ પરથી આ કાળો કારોબાર ચલાવતો શખ્સ હાજર ન હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મહેસાણામાંથી ડુપ્લીકેટ બીડીનું ગોડાઉન ઝડપાયું, 4.38 લાખનો જથ્થો જપ્ત
પોલીસની તપાસમાં મળતી માહિતી પ્રમાણે, આ નકલી બીડીના વેપારમાં હલકી ગુણવત્તાની બીડીઓ બનાવી એક સરખી બીડીના જુદા જુદા પેકીંગ કરી તેના પર વિવિધ બ્રાન્ડના સ્ટીકર લગાવવમાં આવતા હતાં. જે સ્ટીકર લગાવી ઠગબાજો દ્વારા ગ્રાહકોને છેતરી અંદાજે 70 ટકા જેટલો વધુ નફો રળી લેવાનું કારસ્તાન કરવામાં આવી રહ્યું હતું. જોકે પોલીસે સતર્કતા દાખવી આ ગોરખ વેપારનો ખુલાસો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details