મહેસાણાઃ જિલ્લામાં આવેલ સ્પાઇસ સિટી તરીકે ઓળખાતા ઊંઝામાં હવે વરિયાળીનો સ્વાદ હાનિકારક બની રહ્યો છે, પણ ગુપ્ત રીતે વરિયાળીનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું છે. જો કે ગાંધીનગર CID ક્રાઈમની ટીમ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પડાતા નકલી બનાવટનો પર્દાફાશ થયો છે.
ઊંઝા મહેસાણા હાઇવે પર ઉનાવા નજીક આવેલ અતુલ ખોડિદાસ પટેલના ગોડાઉન પર ગત મોડી સાંજે ગાંધીનગર અને મહેસાણા CID ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ-ડ્રગ્સ વિભાગે સુરક્ષા બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. મળેલ બાતમી આધારે તંત્રએ ગોડાઉનમાં દરોડા કરતા ગોડાઉનમાંથી સળેલી વરિયાળીને કેમિકલ પ્રોસેસ કરી રંગ ચડાવવાનું ગેરકાયદેસર કામ કરાતું હોવાનું સામે આવ્યું હતું. તંત્રના દરોડામાં ગોડાઉનમાં હાજર અંદાજે 11.30 લાખની કિંમતનો 30,555 કિલો લુઝ વરિયાળીનો જથ્થો કબજે કર્યો છે.
ઊંઝામાં નકલી વરિયાળીનું રેકેટ ઝડપાયું, 14 લાખનો મુદ્દામાલ જપ્ત - CID ક્રાઇમ દરોડા
ઊંઝાના ઉનાવા નજીક શિવગંગા એસ્ટેટમાં ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ગત મોડી સાંજે દરોડા પાડી બનાવટી વરિયાળી બનાવવાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં રાકેશ તળસી પટેલ સામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે.
ઊંઝામાં ડુપ્લીકેટ વરિયાળીનું રેકેટ ઝડપાયું
જ્યારે 50,727ની કિંમતનો 2,427 કિલો પ્રોસેસ થયેલ વરિયાળી સાથે 2.23 લાખની કિંમતનો 4,470 કિલો લુઝ ગ્રીન કલર સહિત કુલ 14,04,837ની કિંમતની 37,452 કિલો વરિયાળી જપ્ત કરવામાં આવી છે, આ ડ્રાઇડમાં મોડી રાત સુધી મુદ્દામાલની ગણતરી કરી પંચનામું કર્યા બાદ ઊંઝા પોલીસ મથકે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.