ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા કોર્ટમાં કોરોનાનો ફરી પગપેસારો, 15 દિવસ માટે કામકાજ બંધ કરવા નિર્ણય

મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં વધારો નોંધાયો છે. આ વધતા કેસોમાં હવે કોરોનાએ મહેસાણા જિલ્લા કોર્ટ સંકુલમાં ફરી એકવાર પગપેસારો કરતા કોર્ટમાં 10 જેટલા વકીલો અને 3 જેટલા કોર્ટ સ્ટાફને કોરોનાએ ઝપેટમાં લઈ લીધા છે.

Mehsana news
Mehsana news

By

Published : Apr 3, 2021, 12:33 PM IST

Updated : Apr 3, 2021, 2:16 PM IST

  • મહેસાણા કોર્ટમાં કોરોનાનો ફરી પગપેસારો, 15 દિવસ માટે કામકાજ બંધ કરવા નિર્ણય
  • ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશને લીધો નિર્ણય
  • 10 જેટલા વકીલ અને કોર્ટ સ્ટાફના 3 લોકો કોરોના સંક્રમિત થતા નિર્ણય લેવાયો
  • મહેસાણા બાર એસોસિએશનનો 15 દિવસ કામકાજ બંધ રાખવા નિર્ણય

મહેસાણા: રાજ્યમાં ચૂંટણીઓ પૂર્ણ થતાં કોરોનાએ ફરી એક વાર માથું ઊંચક્યું છે. મહેસાણા જિલ્લામાં પણ દિન પ્રતિદિન કોરોના કેસોમાં વધારો નોંધાયો છે. મહત્વનું છે કે આ વધતા કેસોમાં હવે કોરોનાએ મહેસાણા જિલ્લા કોર્ટ સંકુલમાં ફરી એક વાર પગપેસારો કરતા કોર્ટમાં 10 જેટલા વકીલો અને 3 જેટલા કોર્ટ સ્ટાફને કોરોનાએ ઝપેટમાં લઈ લીધા છે. જેને લઈને મહેસાણા કોર્ટમાં કામગીરી કરતા વકીલોના હિત માટે બાર એસોસિએશને કોર્ટ કામગીરીમાંથી રાહત મેળવી કામકાજ બંધ કરવા અને પક્ષકારોને પણ કોરોનાથી રક્ષણ મળે માટે કોર્ટમાં ન બોલાવવા કોર્ટને રજૂઆત કરીને 15 દિવસ માટે કામકાજ બંધ કરવા નિર્ણય લીધો છે

મહેસાણા કોર્ટ

આ પણ વાંચો :જામનગરના મોટી બાણુગારમાં શનિવારથી એક સપ્તાહનું લોકડાઉન

બાર એસોસિએશને ઠરાવ કરી નિર્ણય લીધો

મહેસાણા બાર એસોસિએશન દ્વારા મહેસાણા કોર્ટમાં વકીલો અને સ્ટાફને કોરોના સંક્રમિત થતા બાર એસોસિએશનના પ્રમુખે વકીલો અને પક્ષકારો સહિતના હિતમાં બાર એસોસિએશનના સભ્યોના સૂચનો મેળવી 03 એપ્રિલથી 17 એપ્રિલ સુધી 15 દિવસ માટે અરજન્ટ કામગીરી ન હોય ત્યાં સુધી કોઈને પ્રવેશ ન કરવા ઠરાવ કરી ફરમાન કર્યું છે. તો કોર્ટના જજ શ્રીઓને પણ કોર્ટમાં વકીલોની ગેરહાજરી મામલે કોર્ટ કેસની સ્થિતિ યથાવત રાખે અને કેસમાં ગેરહાજરીને લઈ નુકસાન ન થાય તે માટે વિનંતી મોકલી આપી છે.

મહેસાણા કોર્ટ
Last Updated : Apr 3, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details