ગુજરાત

gujarat

ETV Bharat / state

પશુપાલકોને રાહત: દૂધસાગર ડેરી પશુ ખરીદવા માટે ઓછા વ્યાજની લોન આપશે

મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ખેડૂતો અને પશુપાલકોના હિતમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં પશુપાલકોને પશુ ખરીદવા માટે 100 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ખેડૂતો માટે પણ કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.

દૂધસાગર ડેરી પશુ ખરીદવા માટે ઓછા વ્યાજની લોન આપશે
દૂધસાગર ડેરી પશુ ખરીદવા માટે ઓછા વ્યાજની લોન આપશે

By

Published : Mar 16, 2021, 3:52 PM IST

Updated : Mar 16, 2021, 5:13 PM IST

  • દૂધ ઉત્પાદન વધારવા અને ખેડૂતોના હિત માટે ડેરીના અનેક નિર્ણયો
  • પ્રતિ દિન 50 લાખ લીટર દૂધ ઉત્પાદન કરવા માટેનો લક્ષ્યાંક
  • ડેરીના ઉત્પાદનમાંથી બનતી મીઠાઈઓ દિલ્હીમાં વેચવાનું આયોજન


મહેસાણા: દૂધસાગર ડેરીની તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પશુપાલકોને નવા પશુ ખરીદવા માટે ઓછા વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં પશુપાલનને વેગ આપવા તેમજ દૂધનું ઉત્પાદન વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ડેરીની પ્રખ્યાત સહયોગની મીઠાઈ દિલ્હીના બજારમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ, 2 લોકોની અટકાયત

દૂધસાગર ડેરીની સાધારણ સભા મળી

મહેસાણા દૂધસાગર ડેરીમાં 1156 મંડળીઓ અને 5 લાખથી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. આ ડેરીમાં તાજેતરમાં જ નવા નિયામક મંડળની નિમણૂક કરાઈ છે. નવા નિયામક મંડળની યોજાયેલી સાધારણ સભામાં દૂધ ઉત્પાદકોના હિતમાં અને ડેરીના વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં પ્રતિદિન દૂધની ઘટી રહેલી આવકને વધારીને પ્રતિદિન 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ ઉપરાંત ડેરીના ઉત્પાદનો પૈકી સહયોગની મીઠાઈ દિલ્હીના બજારમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે પશુપાલકોને પશુ ખરીદવા માટે ઓછા વ્યાજની લોન મળે તે માટે ડેરી 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવશે.

આ પણ વાંચો:મહેસાણાની દૂધ સાગર ડેરીને મળ્યો સૌથી મોટી ડેરીનો એવોર્ડ


દિલ્હીમાં 9 લાખ લીટરની જગ્યાએ 11 લાખ લીટર દૂધ વેચાશે

બેન્કો પાસેથી લીધેલી લોન પેટે ડેરી 7 ટકા જેટલું વ્યાજ ચૂકવતી હતી. નવા મંડળના ઓર્ડરથી હવે 5.5 ટકા વ્યાજ ચૂકવાશે. આમ, 6 વર્ષે 20 કરોડ બચશે. ધારુંહેડા પ્લાન્ટમાં 3 લાખ લીટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા વધારીને ફેડરેશને 4 લાખ લીટર કરવામા આવી છે. 40 કરોડના ઘીનો સ્ટોક કોર્ટની મંજૂરી મળતા કેટલફિલ્ડ માટે મંડળીઓને આપવામાં આવશે. ગત વર્ષે દૂધના ભાવનો 106 કરોડનો હવાલો આ વર્ષે સરભર કરીને પશુપાલકોને દૂધનો વધારે ભાવ આપવાનો પ્રયાસ કરાશે. દિલ્હીમાં વેચાણ થતું ડેરીનું 9 લાખ લીટર દૂધ વધારીને 11 લાખ સુધી પહોંચાડવામાં આવ્યું છે.

Last Updated : Mar 16, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details