ગુજરાત

gujarat

ETV Bharat / state

Dudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ - પ્રથમ મહિલા ચેરમેન આશા ઠાકોર

મહેસાણા દૂધ સાગર ડેરી (Dudh Sagar Dairy)માં વિપુલ ચૌધરી ટીમને વધુ એક ફટકો લાગ્યો છે. વિપુલ ચૌધરીના સમર્થક તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ઘી કૌભાંડ (Ghee Scam case)મામલે ધરપકડ કરાઈ છે. વડનગર પોલિસે બાતમી આધારે ધરપકડ કરી વિસનગર DySpને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.

Dudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ
Dudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ

By

Published : Jun 22, 2021, 9:27 AM IST

  • મહેસાણા દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરી ટીમને વધુ એક ફટકો
  • તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ઘી કૌભાંડ મામલે કરાઈ ધરપકડ
  • વિસનગર DySpને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી

મહેસાણાઃદૂધ સાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં ચાહના ધરાવે છે. ત્યાં આ દૂધના મુખ્યમથક મહેસાણા દૂધસાગર ડેરીમાં પૂના અને હરિયાણાથી મંગાવવામાં આવતા ઘીના ટેન્કરમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરી આર્થિક ફાયદા માટે વેચાણ કરવામાં આવતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. ડેરી અને ફેડરેશનના નામને હાનિ પહોંચાડવા સાથે લોકો સાથે પણ વિશ્વાસઘાત કરાતો હોવાના મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ડેરી સત્તા મંડળના તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર, તત્કાલીન વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, પૂર્વ મેનેજીંગ ડિરેક્ટર નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અને ટેન્કરનો કોન્ટ્રાકટ ધરાવતા ટ્રાન્સપોટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Dudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ

ડેરીના પ્રથમ મહિલા ચેરમેન 11 માસથી હતા ફરાર

IPC કલમ 406, 409, 272, 273 અને 120 બી મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ગુનાની તપાસ વિસનગર DySpને સોંપવામાં આવતા તેમની ટીમ દ્વારા ઘીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. બાદમાં બાકીના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તબક્કે ડેરીના વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરી અને MD નિશિથ બક્ષીની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ લગભગ 11 માસથી ફરાર ડેરીના પ્રથમ મહિલા ચેરમેન બનેલા આશા ઠાકોરની વડનગર પોલીસે બાતમીના આધારે તેમના જ ખેતરમાંથી 21 જૂન સોમવારે ધરપકડ કરી અને મહિલા આરોપી આશા ઠાકોરને વિસનગર DySpને સોંપ્યા છે.

Dudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ

આ પણ વાંચોઃમહેસાણાઃ દૂધ સાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક

આરોપી આશા ઠાકોરનું નિવેદન લઈ કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી

મહેસાણા દૂધ સાગર ડેરીમાં પહેલી વાર કોઈ મહિલા ચેરમેન આશા ઠાકોર ચેરમાન બન્યા છે. ડેરીના પ્રથમ મહિલા ચેરમેન હોવાનો ઇતિહાસ બનાવ્યો છે. જો કે તેઓના શાસન કાળના ડેરીની સત્તા હડપવા એવું તો તરખટ રચાયું કે તેમનું નામ ડેરીના ઘી ભેળસેળ કૌભાંડમાં સામેલ થયું હતું. જે બાદ ઘી ભેળસેળ મામલે તપાસનો ધમધમાટ કરતા વિસનગર dyspની ટીમે આરોપીઓ તરીકે સામેલ ડેરીના વાઇસ ચેરમેન અને MDની ધરપકડ કરી તેમના નિવેદન લઈ ચેરમેન આશા ઠાકોરની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બનાવના અંદાજે 11 માસ બાદ ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોર તેમના ખેતરમાં હાજર હોવાની બાતમી મળતા વડનગર પોલીસે આશા ઠાકોરની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વિસનગર DySp સમક્ષ હાજર કરવામાં આવતા આશા ઠાકોરનું ઘી કાંડ મામલે નિવેદન લઈ કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃમહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન-વાઈસ ચેરમેનના પદગ્રહણ સમારોહમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

આશા ઠાકોરની ધરપકડથી વિપુલ ચૌધરી ગ્રુપને વધુ એક ફટકો

મહેસાણા દૂધ સાગર ડેરીમાં વર્ષોથી વિપુલ ચૌધરીનું એક હથ્થુ શાસન ચાલતું હતું. ત્યારે ડેરીમાં કૌભાંડોનું તણખલું જોવા મળ્યું જે બાદ વિપુલ ચૌધરી સામે સાગર દાણ, ખાંડ ખરીદી સહિતના મામલે કૌભાંડની આગ ફાટી નીકળી હતી. અંતે વિપુલ ચૌધરીને ચેરમેન પદ છોડવું પડ્યું હતું. તેમના સમર્થકોના માધ્યમથી તેમને ડેરીમાં સત્તા બરકરાર રાખવા ડેરીમાં બહુમતી સાથે મહિલા ચેરમેન તરીકે આશા ઠાકોર અને વાઇસ ચેરમેન તરીકે મોંઘજી દેસાઈની વરણી કરાઈ હતી. જે બાદ ડેરીની ટર્મ પુરી થવાનો સમય આવતા વિપુલ ચૌધરી પર કૌભાંડોનું આભ ફાટ્યું હોય તેમ ડેરીના વાઇસ ચેરમેનની ઘી કૌભાંડ મામલે અને વિપુલ ચૌધરીની અન્ય કૌભાંડોમાં ધરપકડ થઈ હતી. બાદમાં હવે વિપુલ ચૌધરી જૂથના ડેરીના તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ થતા તે જૂથને વધુ એક ફટકો લાગ્યો છે.

ABOUT THE AUTHOR

...view details