દૂધસાગર ડેરી મહેસાણાની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. આ ડેરીની સાથે હાલમાં 1,341 દૂધ મંડળીઓ અને 6,11,000 કરતા વધારે દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. તેનું વાર્ષિક વેચાણ 4,186 કરોડ રૂપિયા છે દૂધસાગર ડેરીની દૈનિક ક્ષમતા 25 લાખ લીટર પ્રતિ દિવસ દૂધની પ્રક્રિયા કરવાની છે. તેની સાથે તેના પાંચ અદ્યતન શીત કેન્દ્રો સંકળાયેલા છે. દૂધ સાગર ડેરી FSSC 22000થી સર્ટિફિકેશન પામેલી છે. દૂધસાગર સિમેન સ્ટેશન સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે.
દૂધ સાગર ડેરીને મળ્યો સૌથી મોટી ડેરીનો એવોર્ડ દૂધસાગર ડેરીએ ગ્રામ્ય વિસ્તારના અર્થતંત્રમાં વધારો કરવા તથા ગ્રામ્ય કક્ષાએ રોજગારીના સર્જનમાં નોંધપાત્ર ફાળો આપતી સહકારી સંસ્થા છે. સંસ્થા દ્વારા ખેડુતોને કૃષિ સામે દૂધ ઉત્પાદનથી નિશ્ચિત રકમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આમ મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીનું દેશભરમાં સૌથી મોટું કદ માની દિલ્હીના એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે.
દૂધસાગર ડેરીની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું
એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દૂધ સાગર ડેરી મહેસાણાને દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની તરીકેનો ઇન્ડિયન ડેરી એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે. એગ્રીકલ્ચર ટુડે ગ્રૃપે વૈશ્વિક કૃષિ સામયિકોમાથી એક છે. જેનું વડુ મથક દિલ્હીમાં આવેલું છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાના કૃષિ સંબંધિત મુદ્દાઓ અને નવીન સમાચારોને પ્રસિદ્ધ તેમજ વિશ્લેષણ કરે છે. આ મેગેઝીન કૃષિ ક્ષેત્રે બાયો ટેકનોલોજી, ફાર્મ મિકેનિકરણ, બીજ, ખાતરો, પાક સંરક્ષણ, બાગાયત, પશુપાલન, કૃષિ વ્યવસાય, સંશોધન અને માર્કેટિંગ વગેરે ક્ષેત્રના મુદ્દાનું વિશ્લેષણ કરે છે. આ ગ્રુપ કુલ નવ વિભાગોમાં એવોર્ડ આપે છે. એમ સૌથી અગત્યના વિભાગ "દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની" નો એવોર્ડ મહેસાણાની દૂધસાગર ડેરીને આપવામાં આવ્યો છે.
દૂધસાગર ડેરીને આ એવોર્ડ મળતા તેના 6 લાખ કરતા વધારે દૂધ ઉત્પાદકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. દૂધસાગર ડેરીએ તેની સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો વૈજ્ઞાનિક અને વ્યાપારીક ધોરણે પશુપાલન કરતા થાય અને તેની સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોનો સામાજિક અને આર્થીક ઉદ્ધાર થાય, તથા ગ્રામ્ય કક્ષાએ પશુ પાલન ક્ષેત્રે રોજગારીનું સર્જન થતું રહે એ માટે પ્રતિબદ્ધ છે.