મહેસાણાફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (actress sonakshi sinha) અને હુમા કુરૈશી (Huma qureshi) પોતાની નવી ફિલ્મ ડબલ એક્સએલ (double xl movie starcast) લઈને આવી રહી છે. ત્યારે હવે તેઓ આ ફિલ્મના પ્રમોશન માટે રવિવારે ગુજરાતનાં મહેમાન બન્યાં હતાં. તે દિવસે તેમણેે ફિલ્મની સ્ટારકાસ્ટ (double xl movie starcast) સાથે મોઢેરા સૂર્ય મંદિરની (Modhera Sun Temple) પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સૂર્ય મંદિરનું તેજ નિહાળી સાંસ્કૃતિક વારસાને માણ્યો હતો. સાથે જ ફિલ્મની સ્ટારકાસ્ટે અહીં થ્રીડી લાઈટ શૉ પણ નિહાળ્યો હતો.
સોનાક્ષી સિન્હાએ 3D લાઈટ શૉ નિહાળ્યોમળતી માહિતી પ્રમાણે, મોઢેરા સૂર્યમંદિર ખાતે (Modhera Sun Temple) રવિવારે સાંજે છ કલાકે સોનાક્ષી સિન્હા સહકલાકારો સાથે મોઢેરા સૂર્યમંદિરમાં આવી પહોંચ્યાં હતાં. તેમણે પ્રથમવાર મોઢેરાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન મોઢેરા સૂર્યમંદિરમાં (Modhera Sun Temple) કરવામાં આવેલી કોતરણી પણ નિહારી હતી. સમગ્ર સૂર્યમંદિરનો નજારો જોયા બાદ સોનાક્ષી સિન્હાએ (actress sonakshi sinha) સૂર્યમંદિરના વખાણ પણ કર્યા હતા. ત્યારબાદ સાંજે થ્રીડી લાઈટ શૉ પણ નિહાળ્યો હતો.