મનોરંજન અને સુવિધાનો સાથી બનેલા સાયબરના જોખમો વિશે જાણકારી આપતા સાયબર સિક્યુરિટી એક્સપોર્ટ જય બાવીસીએ ગણપત યુનીવર્સીટી ખાતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.
જે પ્રમાણે ટેક્નોલોજીની દુનિયા એટલે કે 21મી સદીમાં આજે ઠેર ઠેર સ્માર્ટ વર્ક અને વસ્તુઓ જોવા મળી રહી છે. જેનો સીધો સંબંધ ઇન્ટનેટ અને વાયરલેસ તરંગો સાથે રહેલો છે. જેનો ફાયદો લેતા કેટલાક સાયબર ક્રિમિનલ તેનો દૂર ઉપયોગ કરવામાં સફળ થતા હોય છે. પરિણામે સ્માર્ટ સુવિધા જોખમ રૂપ સાબિત થતી હોય છે. ત્યારે એક અનુમાન પ્રમાણે આગામી વર્ષ 2025 સુધી દુનિયામાં સ્માર્ટ સીટી, ડ્રાઇવર લેસ કાર, સહિત અનેક ઓટોમેટિક ચાલતી સ્માર્ટ સિસ્ટમો કાર્યરત થશે .કે સામે સાયબર હેકિંગનો ખતરો પણ વધશે, ત્યારે રાષ્ટ્રને સાયબરના દુરુપયોગમાં થી બચાવવા દેશમાં સારા સાયબર સિક્યુરિટી એક્સપોર્ટની જરૂરિયાત પણ વર્તાશે.