મહેસાણાઃ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યાં જન આરોગ્યની જાળવણી માટે સરકારની જવાબદારી વધી જતી હોય છે. તેવામાં મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોથી સગર્ભા અને ધાત્રી મહિલાને સુરક્ષિત રાખવા 26800 જેટલી મચ્છરદાનીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
મહેસાણાઃ ચોમાસુ શરૂ થતાં આરોગ્ય વિભાગ સતર્ક, નિઃશુલ્ક મચ્છરદાનીનું કરાયું વિતરણ - નિઃશુલ્ક મચ્છરદાનીનું વિતરણ
ચોમાસુ શરુ થતાં જ મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરદાનીનું સગર્ભા અને ધાત્રી મહિલાઓને સુરક્ષિત રાખવા માટે વિતરણ કરવામાં આવ્યું છે.
મહેસાણામાં નિઃશુલ્ક મચ્છરદાનીનું કરાયું વિતરણ
સરકાર દ્વારા દર ચોમાસાની મૌસમમાં સગર્ભા માતાઓ અને નાગરિકોની ચિંતા કરી નિઃશુલ્ક મચ્છરદાનીનું વિતરણ કરાતા લાભાર્થી સગર્ભા મહિલાઓએ આભાર વ્યક્ત કર્યો છે.