મહેસાણાઃ કોરોના વાઇરસની મહામારી સામે રક્ષિત રહેવા આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક ટેબ્લેટ નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી રહ્યા છે, ત્યારે જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ઘરે ઘરે લોકોને ઉકાળો અને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વિસનગર તાલુકાના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તંત્ર દ્વારા આયુર્વેદિક ઉકાળા અને ટેબ્લેટનું વિતરણ કરાયું
કોરોના વાઇરસની મહામારી સામે રક્ષિત રહેવા આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક ટેબ્લેટ નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ઘરે ઘરે લોકોને ઉકાળો અને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં કોરોના વાઇરસથી 80 જેટલા લોકો અત્યાર સુધી સંક્રમિત થઈ ચૂક્યા છે, જોકે જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં ખાસ પ્રકારે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિસનગર તાલુકાના રંગપુર ગામે વૈદ્ય સંતોષ પટેલ સહિતના તબીબો દ્વારા ઘરેલુ વપરાશમાં આવતી ઔષધિઓ અને આયુર્વેદ વિભાગ તરફ થી મળતા ઉકાળાના પાવડરને ભેળવી ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો, જે ઉકાળો રંગપુર ગામમાં ઘરે ઘરે જઈ તમામ 1500 જેટલા ગ્રામજનોને પીવડાવવામાં આવ્યો છે. સાથે જ ડો. ભુપેન્દ્ર પટેલ સહિતના તબીબો અને તેમની ટિમ દ્વારા વડનગર શહેર માટે 6000 જેટલી શીશી હોમિયોપેથીક ટેબ્લેટનું પણ વિતરણ કરી, સવાર સાંજ ટેબ્લેટ લેવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે, જેથી નાગરિકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના જેવા ગંભીર વાઇરસ સામે ટકી શકે સાથે જ વાઇરસના સંક્રમણને આ રીતે જન જન સુધી પ્રસરતા અટકાવી શકાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.