મહેસાણાઃ ડિજિટલ ઇન્ડિયાની મુહિમ સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેબ્લેટ યોજના અંતર્ગત શૈક્ષણિક નગરી વિસનગરની સરકારી MN કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી 946 જેટલા નમો ઇ ટેબ્લેટ આપવામાં આવ્યા છે.
ડિજિટલ ઇન્ડિયા: વિસનગરની MN કોલેજે 946 નમો ઇ ટેબ્લેટનું વિતરણ કર્યું - Mehsana samachar
શિક્ષણએ સમાજ અને રાષ્ટ્રના ઘડતરનો પાયો છે, ત્યારે આજે 21મી સદીમાં ટેકનોલોજી અને વિજ્ઞાનના વધતા વ્યાપ સાથે આજનો વિદ્યાર્થી ડિજિટલ ક્ષેત્રે જોડાયા તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને નમો ઇ ટેબ્લેટ માત્ર 1000ના ટોકન દરથી આપવામાં આવી રહ્યાં છે.

જે એક ટેબ્લેટની કિંમત સામાન્ય રીતે 8 હજાર જેટલી હોય છે. તે ટેબ્લેટ સરકારની આ યોજના થકી માત્ર 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યાં છે. આ ઇ ટેબ્લેટ એક નાના કોમ્પ્યુટર મશીન જેવું કાર્ય કરતું હોવાથી સરકાર દ્વારા ડિજિટલ માધ્યમ પર મૂકેલ શિક્ષણના પ્રવાહને છેવાડે રહેતા ગામડાના વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવી રહ્યો છે. જેનો લાભ લેતા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણની સાથે સાથે આ ઇ ટેબ્લેટથી દુનિયાભરનું જ્ઞાન પ્રાપ્ત કરતા થયા છે. આમ ડિજિટલ ઇન્ડિયા માટે સરકારનું આ ડગલું વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ રહ્યું છે.