મહેસાણા જિલ્લામાં તાજેતરમાં ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા આવનાર નવા વર્ષ 2020 માટે નવીન મતદાર યાદી તૈયાર કરાઈ છે. જેને મીડિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી પ્રકાિશત કરવામાં આવી છે. જે મતદાર યાદી મુજબ મહેસાણા જિલ્લામાં ગત વર્ષમાં 16,38, 893 મતદારો હતા. જે નવીન વર્ષ 2020 માટે તૈયાર કરાયેલા યાદી મજુબ મતદારોની સંખ્યામાં કુલ 1518 મતદારો વધતા હાલમાં 16,40,411 મતદારો નોંધાયા છે. જેમાં 8,49,561 પુરુષ મતદારો જ્યારે 7,90,850 મતદારો અને 35 ત્રીજી જાતિના મતદારો નોંધાયા છે.
મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા વાસીઓને અપીલ કરાઈ છે કે દરેક મતદાર પોતાની મતરદાર યાદીમાં નામ, સરનામું, અને મતદાન મથકની ચકાસણી કરીલે સાથે જ કોઈ નવા સુધારા વધારા કરવાના જણાય તો સ્થાનિક સરકારી કચેરીઓ અને ઓનલાઇન વેબસાઈટની સેવા થકી પોતે જાગૃત મતદાર તરીકે પોતાના ચૂંટણી કાર્ડમાં વિગતો સુધરાવી શકે છે તો ચૂંટણી પંચના નવા નિયમ મુજબ મૃતકના નામ કમી કરવા કે બે જુદી જુદી જગ્યાએ મતદારનું નામ હોય તો હવે જરુરી પુરાવા આપતા કોઈ પણ વ્યક્તિ તે નામ નિયમો અનુસાર રદ કરાવી શકે છે.