મહેસાણા જિલ્લામાં ખેરાલુ સતલાસણા સહિત પ્રવતીય વિસ્તારમાં દિવસે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવ્યા હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. કડી પંથકમાં કદાચ લાંબા સમયે મેયણા ગામની સીમમાં ONGCના પ્લાન્ટ નજીકથી રાત્રી દરમિયાન દીપડો પસાર થયો હોવાની ચર્ચા સાથે CCTV ફૂટેજ વાઇરલ થયા હતા.
મહેસાણા: મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા - Kheralu Satlasana in Mehsana district
મહેસાણાઃ કડીના મેયણાની સીમમાં આવેલ ONGCના પ્લાન્ટ નજીક દીપડો દેખાયાની ચર્ચા કડી સહિતના પંથકમાં વાયુ વેગે પ્રસરી રહી છે. સામાન્ય લોકો ભયના માહોલમાં મુકાયા છે. વન વિભાગ સહિત તંત્ર દીપડો આવ્યો હોવાના કોઈ પુરાવા નઈ મળ્યા હોવાનો દાવો કરી રહ્યાં છે.
સોસીયલ મીડિયાના આધારે દીપડાએ ઢેલ તેમજ 2 શ્વાનનું મારણ કર્યું હોવાની ચર્ચા ફેલાવી રહ્યા હતા. સાથે તંત્રને સમગ્ર બાબતે જાણ કરવામાં આવતા કડી વન વિભાગ સહિત બાવલુ પોલીસની ટીમ માહિતી આધારે સંભવિત જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. છતાં તંત્રના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં દીપડો આવ્યો હોવાના કોઈ સંયોગિક પુરાવા મળી આવ્યા નથી ત્યારે દીપડો દેખાયો હોવાની સમગ્ર ચર્ચાઓ વચ્ચે કડી પંથકના ગ્રામ્ય વિસ્તારના રહીશો ભયના ઓથાર હેઠળ મુકાયા છે સાથે જ તંત્ર પણ ખડે પગે સતત સંભવિત વિસ્તરની મુલાકાત લઈ હાલ પણ તપાસ હાથ ધરાઈ રહી છે.