- મહેસાણા પંથકમાં ઇન્જેક્શનના પૈસા છતાં પાવતીમાં દાન પેટે લખેલી પાવતી વાયરલ થઈ હતી
- સિવિલ સત્તાધીશોએ મામલો સામે આવતા ટેક્નિકલ ક્ષતિ હોવાનું જણાવી સુધારા માટે તૈયારી બતાવી
- સિવિલમાંથી અપાયેલા ઇન્જેક્શનના પૈસા સરકારના નિયમ મુજબ લેવાયા છે : સુપ્રિટેન્ડેન્ટ
મહેસાણા : પંથકમાં કોરોનાની બીજી લહેર સમયે વિવિધ ઇન્જેક્શન માટે લોકોની દોડભાગ જોવા મળતી હતી. ત્યાં આ ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલથી ઉપલબ્દ્ધ થતા દર્દીઓ અને તેમના સગાઓ માટે ઇન્જેક્શન મેળવવા સાનુકૂળતા રહી હતી, પરંતુ રવિવારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી રાહત દરે આપવામાં આવેલા કેટલાક ઇન્જેક્શનના પૈસા લીધા બાદ તેની પાવતીમાં દાન પેટે નાણાં લેવાયા હોવાનો ઉલ્લેખ કરેલી એક પાવતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે Etv Bharatની ટીમ દ્વારા આ વાયરલ પાવતી મામલે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટને પૂછતાં તેઓએ આ પાવતીનો ઈશ્યુ તાજેતરમાં જાણ થતાં જ તપાસ કરી છે. જેમાં ટેક્નિકલ કારણોસર દાન શબ્દ પાવતીમાં રહી ગયો છે, પરંતુ આ બાબતે કોઈ અરજદાર સામે નથી આવ્યા અને આવશે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ઇન્જેક્શન પેટે લેવાયેલી રકમ સરકારના નિયમ મુજબ લેવામાં આવી છે, પરંતુ પાવતીમાં દાન શબ્દ ટેક્નિકલ કારણસર રહી ગયો હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં પ્રથમ મહેસાણા સિવિલમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટ મશીન કાર્યરત કરાયું