- પહેલી લહેરમાં 8થી 10 કોવિડ સેન્ટર હતા જે બીજી લહેરમાં વધી 70 થયા
- પહેલા 600 બેડ હતા હાલમાં 2000 કરાયા
- એક પણ કોવિડ સેન્ટર બંધ નથી કરાયું
- મહેસાણા જિલ્લામાં 1407 બેડ ખાલી
મહેસાણા: જિલ્લામાં કોરોના વાઈરસની પહેલી લહેર કરતા બીજી લહેર ખૂબ કઠિન સાબિત થઈ છે ત્યારે મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર પહેલા અંદાજે 500થી 600 ની અંદર બેડ હતા. જ્યારે જિલ્લામાં કુલ 8 થી 10 જેટલા કોવિડ સેન્ટરો કાર્યરત હતા. ત્યારે બીજી લહેરની પરિસ્થિતિ વિકટ જોવા મળતા કોવિડ સેન્ટરોની સંખ્યામાં વધારો કરતા અત્યાર સુધીમાં ખાનગી અને સરકારી મળી કુલ 70 કોવિડ સેન્ટર ચાલુ કરાયા હતા.
આ પણ વાંચો:Corona Update: 24 ક્લાકમાં 1.52 લાખ નવા કેસ, 3,128 મોત