ધરોઈ ડેમ 70 ટકા ભરાયો, આગામી વર્ષે નહીં સર્જાય પાણીની તંગી
ધરોઇ ડેમમાં ધીમી ગતિએ નવા નીરની આવક થઈ રહી છે. ધરોઇ ડેમની જળસપાટી 614 ફૂટે પહોંચી ગઈ છે. ઉપરવાસમાં નહિવત વરસાદના કારણે 4444 ક્યૂસેક પાણીની હાલ આવક નોંધાઈ રહી છે. આ સાથે ધરોઇ ડેમમાં ચોમાસાની આ સીઝનમાં કુલ 14 ફૂટ જળસપાટીમાં વધારો નોધાયો છે. ધરોઈ ડેમમાં જળસંપત્તિની વાત કરીએ તો 71 ટકા પાણી છલોછલ ભરાઈ ગયું છે. ડેમમાં 622 ફૂટ પર સો ટકા જળસપાટી ગણવામાં આવે છે. તેથી હાલમાં 29 ટકા ડેમ ખાલી છે. જોકે નવા નીરની આવકથી આગામી વર્ષ માટે ડેમમાં જરુરી પાણી ઉપલબ્ધ થઈ ગયું છે.
ધરોઈ ડેમ 70 ટકા ભરાયો
મહેસાણાઃ મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાં ચાલુ ચોમાસાની સીઝનમાં નવાનીરની આવક થતાં ડેમ 71 ટકા પાણીથી ભરાયો છે તો હાલમાં ઉપરવાસમાં નહિવત વરસાદને પગલે ડેમમાં પાણીની આવક ઘટી રહી છે.