ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં ભક્તોએ પરશુરામ જયંતિની ઘરમાં રહી ઉજવણી કરી - Mehsana

મહેસાણામાં દર વર્ષે ભગવાન પરશુરામની શોભાયાત્રા ગણપતિ મંદિરેથી કાઢવામાં આવતી હોય છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકોએ પરશુરામ જયંતિની ઘરમાં જ રહીને ઉજવણી કરી હતી.

મહેસાણા જિલ્લામાં ભક્તોએ પરશુરામ જયંતિની ઘરમાં રહી ઉજવણી કરી
મહેસાણા જિલ્લામાં ભક્તોએ પરશુરામ જયંતિની ઘરમાં રહી ઉજવણી કરી

By

Published : Apr 26, 2020, 10:25 AM IST

મહેસાણા: દર વર્ષે ભગવાન પરશુરામની શોભાયાત્રા ગણપતિ મંદિરેથી કાઢવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં લોકડાઉનનો સમય હોવાથી જાહેરનામાનો ભંગ ન થાય માટે ચાલુ વર્ષે ગણપતિ મંદિરમાં મહંત દ્વારા આરતી કરી પરશુરામ ભગવાનને પ્રાર્થના કરી કોરોનાની બિમારી અને ભયથી સમગ્ર ભારતના નાગરિકોને મુક્તિ અપાવે અને તંદુરસ્ત ભારત રહે તેવી પ્રાર્થના કરી છે.

સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે બ્રહ્મ યુવા સેના દ્વારા કોરોનાના કારણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતની યાત્રા મોકૂફ રાખી દરેક ભૂદેવ પરિવારને ઘરમાં રહી પરિવાર સાથે વિષ્ણુના છઠ્ઠા અવતાર માટે છ દિવા કરી આરતી કરવામાં આવી છે. તથા આ મહામારીમાં ફરજ બજાવી રહેલાં મહેસાણાના પોલીસ જવાનોને મહાપ્રસાદ આપી ભગવાન સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details