ઊંઝાએ આમતો કડવા પટેલોને કુળદેવી માનવામાં આવે છે પરંતુ એક માં આદ્યશક્તિના અનેકો સ્વરૂપ હોઈ છે માં જગતજનનીના કોઈ પણ સ્વરૂપના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે ઊંઝા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ બાદ શુક્રવારે પ્રથમ પૂનમ આવી હોય અને ખાસ એમાય પોષીપુનમેં દેવી દેવતાના દેર્શનનું અનેરું મહત્વ હોઈ છે તેથી ઊંઝા ઉમિયા માતાજી મંદિર પાંગણમાં ભક્તિનું ઘોડાપુર ઉમટયું હતું ત્યારે દર્શનાર્થીઓને શાંતિપૂર્ણ દર્શન થાય એ માટે સંસ્થા દ્વારા પણ દર્શન અને ભોજન પ્રસાદ સહિત પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોષી પુનમે ઊંઝા ઉમિયામતાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યૂ - latest news in mahesana
મહેસાણાઃ જિલ્લાના ઊંઝામાં શુક્રવારે પોષી પૂનમે ઉમિયા માતાજીના દર્શને હજ્જારો દર્શનાર્થીઓ દર્શન માટે આવતા ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું તો સાથે જ તાજેતરમાં લક્ષચંડી મહાયજ્ઞ બાદ પ્રથમ પૂનમ હોઈ દર્શનાર્થીઓમાં માતાજીના દર્શનનો અનેરો મહિમા છવાયો હતો એ સાથે જ અહીં આવતા દર્શનાર્થીઓને મંદિર સંસ્થાન દ્વારા યજ્ઞકુંડ થી લાવવામાં આવેલા યજ્ઞકુંડની ઇટો અને ભષ્મ યથાયોગ્ય દક્ષિણા નક્કી કર્યા મુજબ લઈ આપવામાં આવી રહી છે.
ઊંઝા
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ બાદ હવે યજ્ઞકુંડના ભષ્મ અને ઈટોને શુભ માનતા શ્રદ્ધાળુઓને મંદિર સંસ્થાન દ્વારા નક્કી કરેલા દક્ષિણા કે ભેટ મુજબ તે અપવામાં આવી રહ્યા છે જેને લઈને પણ અહીં આવતા લોકોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે.