જિલ્લામાં એક મહિલાના લગ્ન થયા બાદ તેના પતિ દ્વારા તેને HIV એઇડસ થયો હતો. ત્યાર બાદ તેના પતિનું મોત થતા પરિવારની આર્થિક અને સામાજિક જવાબદારીનો ભાર ઉઠાવતી હતી. ત્યાર બાદ મહિલા થોડો સમય જતાં ગર્ભાશયના કેન્સરની શિકાર બની હતી.
મહેસાણાની પીડિતાએ સરકાર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુની માંગ - deputy chief minister
મહેસાણા: જિલ્લામાં રહેતી એક 34 વર્ષીય મહિલા કે જેને લગ્ન જીવનના શરૂના પડાવમાં જ અનેક મુશ્કેલીઓને સાંપડી હતી. જેમાં મહિલા HIVનો શિકાર બની હતી.
એડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીએ સ્નેહીજનોનો સાથ સહકાર પણ છોડી દેવડાવ્યો ત્યારે આ પીડિત મહિલા માટે પોતાની સારવારનો એક માત્ર આધાર સરકારી આરોગ્ય સેવા પર રહ્યો હતો. ત્યાર બાદ આ મહિલા અમદાવાદ, મહેસાણા અને પાટણ સિવિલ હોસ્પિટલોમાં ધક્કા ખાઈ ચુકી છે. પરંતુ પીડિતાના જણાવ્યા પ્રમાણે HIV હોવાથી કોઈ જ તબીબે મહિલાને સારવાર આપી નથી. આ સ્થિતિમાં બીમારીથી પીડાતી મહિલાએ સામાજિક આગેવાનનો સંપર્ક કરતા પોતાની વેદના શબ્દોથી નહિ પરંતુ આંસુથી પોતાની આપવીતી દર્શાવી અને કલેકટર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.
મહેસાણાની બીમારીથી પીડિત મહિલાએ HIV અને ગર્ભાશયના કેન્સર માટે અસરકારક સારવાર મળે તેવી રજુઆત કરતા કલેકટર અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખી આરોગ્ય તંત્રને ટકોર કરવા રજુઆત કરી છે. અન્યથા મહિલાની ઇચ્છામૃત્યુની માંગ પર તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી રજુઆત કરાઈ છે.