ગુજરાત

gujarat

ETV Bharat / state

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કડી સરકારી હોસ્પિટલનો ચિતાર મેળવ્યો - corona vaccination

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કડી વિસ્તારમાં કોરોના રસીકરણ અને આરોગ્ય લક્ષી સેવાનો ચિતાર મેળવવા મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલી કડી સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે તેમને કડીના મહાદેવ મંદિરમાં સજોડે દર્શન પણ કર્યા હતા.

નીતિન પટેલ
નીતિન પટેલ

By

Published : Mar 21, 2021, 7:50 PM IST

  • નીતિન પટેલે કડી સરકારી હોસ્પિટલનો ચિતાર મેળવ્યો
  • કોરોના રસીકરણ અને હોસ્પિટલમાં દવા સારવાર સામગ્રીનો જથ્થો તપાસ્યો
  • નાયબ મુખ્યપ્રધાને સજોડે મહાદેવ મંદિરે દર્શન કર્યા

મહેસાણા : વિશ્વમાં કોરોના રસી માટે વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કડી વિસ્તારમાં કોરોના રસીકરણ અને આરોગ્ય લક્ષી સેવાનો ચિતાર મેળવવા કડી સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી છે.

નીતિન પટેલે કડી સરકારી હોસ્પિટલનો ચિતાર મેળવ્યો

આ પણ વાંચો -હોળીના તહેવારમાં કલરથી રમવા પર પ્રતિબંધ: નીતિન પટેલ

હોસ્પિટલની સેવાઓ મામલે તપાસ કરી

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કડી સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં જોડાયેલા તબીબો અને સ્ટાફ સહિત રસી લેનારા લાભર્થીઓને મળીને તેમના અનુભવ વિશે માહિતી મેળવી હતી. બીજી તરફ કડી સરકારી હોસ્પિટલમાં કોરોના રસી અને અન્ય દવાઓના જથ્થા વિશે પણ તપાસ કરી માહિતી મેળવી છે.

નાયબ મુખ્યપ્રધાને સજોડે મહાદેવ મંદિરે દર્શન કર્યા

આ પણ વાંચો -DyCM નીતિન પટેલ અને તેમની પત્નીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

પત્ની સાથે મહાદેવ મંદિર પાટોત્સવમાં જોડાયા

નાયબ મુખ્યપ્રધાન દ્વારા પોતાના પત્ની સાથે કડી ખાતે આવેલા યવતેશ્વર મહાદેવ મંદિરે પહોંચી પાટોત્સવમાં જોડાઈ શિવજીના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો -અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા

ABOUT THE AUTHOR

...view details