મહેસાણા: આજે 74મો આઝાદી દિવસ છે. જેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. જે અન્વયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે 74મા આઝાદી દિવસની ઉજવણી મહેસાણા ખાતે કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે જિલ્લા કક્ષાએ આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે 74મા આઝાદી પર્વની ઉજવણી કરી - Independence Day 2020
કોરોના મહામારી વચ્ચે પણ દેશભરમાં આજે આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહેસાણા ખાતે ધ્વજ વંદન કરી આઝાદી પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહમારીને ધ્યાને રાખી સાવચેતીના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા કક્ષાના 74મા આઝાદી દિવસની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી.
ઈતિહાસમાં પહેલીવાર મહેસાણા જિલ્લામાં ઓછા માનવ મહેરામણ વચ્ચે આઝાદી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને તમામ લોકોએ ધ્વજને સ્લામી આપી રાષ્ટ્રપ્રેમની ભાવના દર્શાવી હતી. રાજ્ય અને દેશવાસીઓને નાયબ મુખ્ય પ્રધાનને આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી વૃક્ષારોપણ કર્યું હતું. આઝાદી દિવસની ઉજવણીમાં મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રપ્રેમ સાથે પર્યાવરણ પ્રેમ પણ જોવા મળ્યો હતો.