- કડી ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું મતદાન
- નીતિન પટેલે પહેલી વાર હેન્ડ ગ્લોઝ અને ફેસ કવર પહેર્યું હોવાનો કર્યો ઉલ્લેખ
- પત્ની સુલોચનાબેન અને પુત્ર શનિ સહિત પરિવાર સાથે કર્યું મતદાન
મહેસાણાઃ જિલ્લાના કડી નગરપાલિકામાં 36 પૈકી 26 બેઠકો બિનહરીફ થતા 10 બેઠકો માટે આજ રોજ મતદાન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કડીના વૉર્ડ નબર 4 ખાતે આવેલા જન સેવા કેન્દ્ર પર મતદાન મથકે નીતિન પટેલ દ્વારા મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.