ટાઈફોડ સહિત નાના મોટો તાવ આવવા સહિત પાણી જન્ય અનેક રોગોના કેસ નોંધાયા છે. કડી આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને અને તાલુકા પંચાયતની જાણ કરી વરસાદી પાણીના નિકાલ સહિત દવા છંટકાવ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી કામગીરી કરતા અઢળક બીમારીઓના કેશ સામે પાવડરનો છંટકાવ અને ફોગીંગ કરવામાં આવ્યું છે.
મહેસાણાનું કડી બિમારીના ભરડામાં, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ નોંધાયા - આરોગ્ય પ્રધાન નીતિન પટેલ
મહેસાણા: એક તરફ જ્યાં ગુજરાતને દેશમાં મોડલ રાજ્ય તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલના વતન કડીમાં જ તંત્રના પાપે નગરજનો અને વિદ્યાર્થીઓ રોગચાળાના ભરડામાં સપડાયા છે. કડી ખાતે આવેલા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસોમાં 150 વધુ કેસ ડેંન્ગ્યુ અને 45 જેટલા મેલેરિયાના કેસો નોંધાયા છે.
આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું કડી શહેર જ ગંદકીમાં ખદબદી રહ્યું છે, સ્કૂલ, કોલેજ જતા મોટાભાગના વિદ્યાર્થીઓ બેન્ચીસ પર બેસી ભણવાને બદલે હોસ્પિટલના ખાટલે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર બીમારીઓની દવા લઇ રહ્યા છે. પરિસ્થિતિ જોતા દર્દીઓ અને વાલીઓ આજે ખુદ તંત્રની નિષ્કાળજીનો શૂર રેલાવી રહ્યા છે. આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું કડી રોગચાળાના ભરડામાંથી કેવી રીતે અને ક્યારે મુક્ત થાય છે તે જોવાનું રહ્યું...
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણાથી ધારાસભ્ય છે.