ગુજરાત

gujarat

ETV Bharat / state

કડી તાલુકા સરપંચ એસોસિએશને વાવાઝોડાથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવા કરી માંગ - મહેસાણા ન્યૂઝ

મહેસાણા જિલ્લામાં તૌકતે વાવાઝોડાંની અસરને પગલે ખેતીપાક નુકસાનના વળતરની માગ કરી હતી.

કડી તાલુકા સરપંચ એસોસિએશને કરી માંગ
કડી તાલુકા સરપંચ એસોસિએશને કરી માંગ

By

Published : May 22, 2021, 6:41 AM IST

  • કડીના ગામડાઓમાં ખેતીપાકને નુકસાન
  • તૌકતે વાવાઝોડાંને કારણે સર્જાયેલા નુકસાનના વળતરની કરાઈ માંગ
  • કડી તાલુકા સરપંચ એસોસિએશને કરી માંગ

મહેસાણા:જિલ્લામાં કડી તાલુકામાં મોટાભાગના ગામડાંઓ આવેલા છે. જેથી કડી તાલુકો પશુપાલન અને ખેતી આધારિત છે. તેવામાં અચાનક આવી ચડેલી તૌકતે વાવાઝોડાંની અફતને કારણે કડી તાલુકાના ગામડાંઓમાં ઉભા પાક અને લીધેલા પાક ભારે પવન અને વરસાદના કારણે નુકસાન પામતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું હતું.

ખેતીપાક નુકસાનના વળતરની માગ

આ પણ વાંચો:મોબાઇલ ડિલર એસોસીએશને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી દુકાન ખોલવાની કરી માંગ

મામલતદારને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત

આ બાબતને લઈને કડી તાલુકા સરપંચ એસોસિએશને આવેદનપત્ર આધારે મામલતદારને રજૂઆત કરી હતી. તાલુકામાં વાવાઝોડા અને વરસાદની આવેલી ઔચિંતી આફતને પગલે થયેલા નુકસાનીનું યોગ્ય વળતર આપવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો:PSI અને ASIની ભરતીને લઈને ઉમેદવારોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું

ABOUT THE AUTHOR

...view details