બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં માતાજીને નવિનતમ આભુષણ પહેરાવાની પ્રાણાલી ગાયકવાડ સમયથી ચાલી આવી છે. ખાસ દશેરાના દિવસે માઁને તમામ આભુષણો સાથે શણગાર કરવામાં આવે છે અને આ નવલખા હાર સાથે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ નવલખો હારની અંદાજીત કિંમત 300 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. આ હાર સલામતીના કારણે વર્ષ દરમિયાન માતાજીના અલંકારોથી બાકાત રહે છે અને માત્ર દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દશેરાના દિવસે રેલી કાઢવામાં આવે છે.
માઁ બહુચરાજી અમુલ્ય હાર પહેરી પાલખીમાં સવાર થઇ નીકળે છે નગરચર્યાએ - માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા
બેચરાજીઃ હાલ સમગ્ર દેશ તહેવાર માણવામાં વ્યસ્ત છે, ત્યારે દશેરાના દિવસે ભક્તો દ્વારા માઁ અંબાની હોંશે હોંશે આરાધના કરવામાં આવી હતી. છેલ્લા નવ દિવસોથી માતાની પૂજા-અર્ચના કર્યા બાદ દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે બહુચરાજી મંદિરથી માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી અને આ પાલખી યાત્રાની ખાસિયત એ છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવે છે. એટલું જ નહીં વર્ષમાં આજના એક જ દિવસે માતાજીને ગાયકવાડના સમયનો નવલખો હાર પણ પહેરાવવામાં આવે છે.
માઁ બહુચરાજી અમુલ્ય હાર પહેરી પાલખીમાં સવાર થઇ નીકળે છે નગરચર્યાએ
આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે તેને જોતા તે સામાન્ય જ લાગે પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીકથી જોવામાં આવે ત્યારે તેની સુંદરતા કંઇક અલગ જ લાગે છે. કહેવાય છે કે, આ હાર માનાજીરાવ ગાયકવાડે વર્ષ 1839માં માતાજીને ભેટમાં આપ્યો હતો અને બસ ત્યારથી જ આ હારને દશેરાના દિવસે માતાજીનો શણગાર કરવામાં આવે છે અને હજારો ભક્તો માતાના દર્શને આવીને ધન્યતા અનુભવે છે.