મહેસાણા : મહેસાણા જિલ્લા સર્કિટ હાઉસ ખાતે ખાનગી કોલેજો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દલિત સમાજના છાત્રોને મળતી સ્કોલરશીપ, ફ્રીશીપકાર્ડ અને છાત્રાલયમાં સમરસતા અપાવવાના મુદ્દે બેઠકનું (Dalit Community in Mehsana) આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાં દલિત સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો તેમજ ધારાસભ્ય નૌશાદ સોલંકી બેઠકમાં (Meeting of Dalit Society) ઉપસ્થિત રહ્યા હતા.
દલિત સમાજના છાત્રોના હક માટે મહેસાણામાં આંદોલનની પહેલી બેઠક યોજાઈ 1 માર્ચે મોટી જનસંખ્યામાં પદયાત્રા
બેઠકમાં છાત્રોને ન્યાય અપાવવા દલિત સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. આગામી 1 માર્ચે અમદાવાદ ખાતે મોટી જનસંખ્યામાં પદયાત્રા (Rally of Dalit Society) કરી રજૂઆત કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃસાબરકાંઠામાં મુખ્યપ્રધાન-પ્રદેશ પ્રમુખે દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ કરી
સમાજ સાથે અન્યાય કરી વિદ્યાર્થીઓને ઠેસ પહોંચાડી
એક તરફ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે પહેલા મહેસાણા ખાતે દલિત આગેવાનોએ સમાજના છાત્રો (Educational Benefits to Dalit Students) માટે સમરતા, સ્કોલરશીપ અને ફ્રી શીપ કાર્ડ સહિતના મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. તેઓ આ ત્રણે મામલે સરકારે તેમના સમાજ સાથે અન્યાય કર્યો હોવાનું માની સમાજના વિદ્યાર્થીઓને ઠેસ પહોંચાડી હોય તેવું માની રહ્યા છે.
સમાજના હિત માટે લલકાર
આગામી સમયમાં સરકારના આ નિર્ણય સામે લડી અને હક મેળવવાની વાત દોહરાવી હતી. જેમાં નૌશાદ સોલંકી સહિતના આગેવાનોએ જિલ્લા લેવલે સામાજિક સંગઠન મજબૂત બનાવવાની વાત કરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાં હોય પરંતુ સમાજના હિત માટે આગળ આવી અને હક (Scholarship Reserved for Dalit Students) મેળવવા માટે આહવાન કર્યું છે.
આ પણ વાંચોઃઆગ્રામાં 'સલામ' ન કરવા પર દલિત વિદ્યાર્થીને મારી ગોળી