ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં સાયબર ક્રાઈમ પોલીસ મથકનો પ્રારંભ - સાયબર ક્રાઈમ

તાજેતરમાં જ મહેસાણામાં સાયબર ક્રાઈમ પોલીસ મથકનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા તકતી અનાવરણ કરી રીબીન કાપી ધાર્મિક પૂજા વિધિ કરતા સ્ટેશન ડાયરીમાં પ્રથમ નોંધ કરવામાં આવી હતી.

Cyber Crime Police Station Started in Mehsana
Cyber Crime Police Station Started in Mehsana

By

Published : Jun 18, 2021, 4:31 PM IST

  • મહેસાણામાં શરૂ કરાયું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરાયું લોકાર્પણ
  • જિલ્લા પોલીસ વડાએ રિબીન કાપીને પ્રથમ નોંધ કરાઈ

મહેસાણા : જિલ્લામાં અત્યાર સુધી સાયબર ક્રાઈમની તપાસ જે તે વિસ્તારના પોલીસ મથકમાંથી થતી હતી. જોકે, આજે શુક્રવારે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકનું રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતું. જ્યારબાદ જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા તકતીનું અનાવરણ કરીને સ્ટેશન ડાયરીમાં પ્રથમ નોંધ કરી હતી.

મહેસાણામાં સાયબર ક્રાઈમ પોલીસ મથકનો પ્રારંભ

છેલ્લા 6 મહિનામાં નોંધાયેલા 25 પૈકી 17 કેસ ઉકેલવાના બાકી

આ પોલીસ મથકના પ્રારંભે જ સાયબર ક્રાઈમના છેલ્લા 6 માસમાં બનેલા કુલ 25 કેસો પૈકી 8 કેસો ઉકેલીને સાયબર સેલે 5.88 લાખ રૂપિયા પરત અપાવ્યા હતા અને 49થી વધુ મોબાઈલ પરત અપાવ્યા છે. જ્યારે 17 ગુનાઓની તપાસ હાલમાં ચાલુ છે. આ પોલીસ મથકમાં 1 પી.આઇ., 2 પી.એસ.આઇ. અને અન્ય 20 પોલીસ કર્મીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details