ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સભા સંબોધી - Corporation election

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતમાં પહેલી વાર ચૂંટણી પ્રચાર માટે વિસનગરમાં સભા સંબોધી છે. સી.આર.પાટીલે કહ્યું કે, ઉમેદવાર નહિ પરંતુ મોદીજીને જોઈ ભાજપને વોટ આપશો એવી જનતાને અપીલ કરી હતી.

સી.આર.પાટીલની ચૂંટણી પ્રચાર માટે સભા યોજાઈ
સી.આર.પાટીલની ચૂંટણી પ્રચાર માટે સભા યોજાઈ

By

Published : Feb 23, 2021, 1:43 PM IST

  • વિસનગરમાં સી.આર.પાટીલે સભા સંબોધી
  • ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કરાયું
  • ભાજપ સરકારના પ્રજાલક્ષી અને રાષ્ટ્ર હિત માટે લેવાયેલ નિર્ણયોથી થયેલા બદલાવ વિશે માહિતી આપી

મહેસાણા:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતમાં પહેલી વાર ચૂંટણી પ્રચાર માટે મહેસાણા જિલ્લાના વિસનગરમાં સભા સંબોધી છે. જેમાં વીસનગરના ધારાસભ્ય અને જિલ્લા ભાજપના અધ્યક્ષ સહિત ભાજપના કાર્યકરો અને હોદેદારોએ સભામાં ઉપસ્થિત રહી વિસનગર બેઠક પર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કરાયું છે. આ પ્રસંગે વિસનગર નાગર સમાજના અગ્રણી અને ધારાશાસ્ત્રી એન.સી. મહેતા તથા વંદનાબેન મહેતાએ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી તેઓ પણ ભાજપને સમર્પિત થયા છે.

ભાજપને મત આપવા કરી અપીલ

વિસનગરમાં ચૂંટણી પ્રચાર માટે સભા સંબોધિત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે લોકોને ભાજપ સરકારના પ્રજાલક્ષી અને રાષ્ટ્ર હિત માટે લેવાયેલ નિર્ણયોથી થયેલા બદલાવ વિશે માહિતી આપી હતી. તો તેમને વિસનગરના મતદારોને વચન આપ્યું છે કે, તમે ઉમેદવાર નહિ પરંતુ મોદીજીને જોઈ ભાજપને વોટ આપશો અને જો ઉમેદવાર કોઈ ભૂલ કરશે તો એને અમે જતું નહિ કરીએ એ અમારી જવાબદારી રહેશે. આમ ભાજપની વિસનગરની સભા સંબોધન કરતા તમામ મહાનુભાવોએ મતદારોને પોતાના પક્ષ માટે મતદાન કરવા અપીલ કરી છે.

વિસનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સભા સંબોધી

ABOUT THE AUTHOR

...view details